Home» Youth» Hot Wheels» Honda activa 125cc prices revealed launch in april

એક્ટિવાનું 125સીસી વર્ઝન પાંચ હજારમાં વસાવવાની તક

એજન્સી | April 03, 2014, 02:35 PM IST

નવી દિલ્હી :
હોંડા નવી એક્ટિવા 125 સીસી આ મહિને લોન્ચ કરી શકે છે. બે વર્ઝનમાં લોન્ચ કરાનારું આ સ્કૂટર એક-બે સપ્તાહમાં જ બજારમાં ઉપલબ્ધ થઈ જશે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. હોંડા 125 સીસી એક્ટિવાને સ્ટાન્ડર્ડ તથા ડીલક્સ એમ બે વર્ઝનમાં માર્કેટમાં ઉતારી શકે છે. બંને વર્ઝને નવા 124.99 સીસી સાથે લોન્ચ કરવામાં આવી રહ્યા છે. બંને મોડલ એર કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 8.6પીએસનો મેક્સિમમ પાવર જનરેટ કરે છે. તેનું એન્જિન એકદમ સ્મૂથ છે.
 
બંને વર્ઝન 130 એમએમ ડ્રમ બ્રેક્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે. જેમાં હોંડા કંબાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. 110 સીસીના એક્ટિવા કરતાં તેની કિંમત રૂ. 7000 વધારે હશે તથા હોંડા એવિએટર કરતા રૂ. 3000 મોંઘી હશે. આ બંને મોડલ ટ્યૂબલેસ ટાયર્સ સાથે મળશે.
 
સેલ્ફ સ્ટાર્ટ હોંડા એક્ટિવા 125 સીસીમાં આગળની બાજુએ ટેલિસ્કોપ ફોક્સ લાગે છે. જેની સીટ હાઈટ 765 એમએમ છે, જે સવારી માટે સુવિધાજનક માપદંડ છે. બ્લેક, મેટાલિક બ્લૂ, પર્લ વ્હાઈટ તથા મેટાલિક સિલ્વર એમ ચાર રંગમાં હાલમાં એક્ટિવા લોન્ચ કરાશે.
 
એક્ટિવા ડીલક્સની કિંમત 61,000 રૂપિયા અને એક્ટિવા સ્ટાન્ડર્ડની કિંમત 56,000  નક્કી કરવામાં આવી છે. દેશભરમાં આવેલી હોંડાની કોઈપણ ડિલરશીપમાં માત્ર 5,000 રૂપિયા ભરીને બુક કરાવી શકાય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %