શ્રીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ભાર બરફવર્ષા થઈ રહી છે. આ બરફના વરસાદે છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.આજે સતત ત્રીજા દિવસે જોરદાર બરફ વરસાદ થતાં સ્કૂલ-કોલેજોમાં રજા પાળી દેવામાં આવી છે. શ્રીનગરને દેશ સાથે જોડતો જમ્મુ-કાશ્મીર હાઈ-વે આ બરફ વરસાદને કારણે બંધ થઈ ગયો છે.
કેટલાક ઠેકાણે 6 ઈંચથી બે-બે ફૂટ સુધી બરફ પડ્યો હોવાના અહેવાલો વચ્ચે હવામાન ખાતાએ આ પ્રકારનો બરફ વરસાદ 15મી તારીખ સુધી ચાલશે તેવી આગાહી કરી છે.
ભયંકર હિમવર્ષાને પગલે કેટલાય વિસ્તારોમાં બરફની મોટી શિલા ધસવાની આગાહી રાજ્યના આપતિ પ્રાધિકરણ થકી અગાઉથીજ આપી દેવામાં આવી હતી. જેને સાચી ઠરી છે અનેક ઠેકાણે મોટી શિલા ધસી જવાને કારણે લોકો દટાયા હોવાના અહેવાલ મળ્યાં છે.
RP
Reader's Feedback: