શિયાળો જામતા જ ગુજરાતી કુટુંબોમાં વસાણાં અને અડદિયાં તથા શિયાળુ પાક બનાવીને ખાવાની એક અનોખી પરંપરા છે. આને પરંપરા જ ગણી લો, કારણ કે શિયાળા વિના ભાગ્યે જ ગુજરાતી ઘરમાં વસાણાં બને છે. શિયાળામાં વસાણાં ખાવાથી આખું વર્ષ શરીરમાં ઊર્જા રહે છે તેમ જ વસાણાંમાં ઉપયોગમાં લેવાતાં લોટ, સૂકોમેવો, ઘી વગેરે શરીરને ઊર્જા અને શક્તિ પૂરી પાડે છે.
જોકે વધતી જતી મોંઘવારી અને બદલાયેલી ખાણીપીણીની શૈલીને પ્રતાપે એક પ્રશ્ન ચોક્કસ થાય કે હવે લોકો અડદિયાં ખાવાનું પસંદ કરે છે ખરા? અને ખાવાનું પસંદ કરતાં હોય તો પણ આજની મોંઘવારીમાં અડદિયાંને લગતી વસ્તુઓ ખરીદવી પોસાય તેમ છે? મોટા ભાગના યુવાનો તથા સ્કૂલમાં જતાં બાળકો અડદિયાંની કડવાશને કારણે તથા યુવતીઓ ચરબી અંગે સભાન હોવાથી અડદિયાં ખાવાનું ટાળે છે, પરંતુ એક ચોક્કસ વડીલવર્ગ એવો છે જે શિયાળા દરમિયાન વિવિધ વસાણાં ખાવાનું પસંદ કરે જ છે.
જેમ જેમ ઠંડી જમાવટ કરી રહી છે ત્યારે ફરી એકવાર ઘરડેરાઓ અડદિયાં અને વસાણાંની મજા તથા પૌષ્ટિકતાને યાદ કરી રહ્યાં છે. ઘી, મેથી, અડદ અને જુદાં જુદાં સૂકામેવાથી ભરપૂર વસાણાં ખાવાની વાત જ નોખી છે. આજની પેઢીને ભાગ્યે જ સૂંઠપાક, ગુંદરપાક, બદામપાક, કચરિયું, સાલમપાક, કાટલું, અડદિયાં, તલપાક જેવા પાકની ખબર હશે! પરંતુ જેણે જેણે આવાં વસાણાં ખાધાં હશે તેઓ તો કહેતાં જ હશે કે, વસાણાં ખાધા વિના શિયાળો નકામો...
શિયાળા દરમિયાન આવા પાક ખાવાને લીધે શરીરમાં ઉષ્મા તો જળવાઈ જ રહે છે. સાથેસાથે આખું વર્ષ શરીરની ઊર્જા અને શક્તિ પણ સચવાઈ રહે છે. શિયાળો જામે એટલે આજેય મોટાભાગની ગૃહિણીઓ સ્વાસ્થ્યપ્રદ પાક અને વસાણાં બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. કારણ કે, શિયાળાના ચાર મહિના જો સારું અને સ્વાસ્થ્યવર્ધક ભોજન લેવામાં આવે તો આખા વર્ષ દરમિયાન શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. અને એટલે શિયાળો આવતાંની સાથે ખોરાકમાં એવી કેટલીક બાબતોનો સમાવેશ આપોઆપ થઈ જાય છે જેની શરીરને વિશેષ જરૂર હોય અને તંદુરસ્તીમાં વધારો કરે.
શિયાળામાં ભૂખ વધારે લાગે છે, કેમ કે શિયાળામાં ઠંડી પડવાથી જઠરાગ્નિ પ્રબળ થાય છે. આ ઋતુનો પ્રબળ જઠરાગ્નિ પૌષ્ટિક આહાર દ્રવ્યોને સરળતાથી પચાવે છે એટલે આપણે ત્યાં આરોગ્યને દૃષ્ટિ સમક્ષ રાખીને શિયાળામાં અતિ પૌષ્ટિક એવા વિભિન્ન વસાણાં અથવા પાક ખાવાનો રિવાજ અથવા પરંપરા છે.
પહેલાના સમયમાં મોટાભાગનો વર્ગ અડદિયાં ખાવાનું પસંદ કરતો હતો, પરંતુ આજે તો માત્ર ઉચ્ચ મધ્યમવર્ગને જ તેની કિંમતો પોસાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મોંઘવારીએ જે રીતે માઝા મૂકી છે તેમાં મધ્યમવર્ગને તો વસાણાં બનાવવા ઘણાં આકરાં પડે છે. વસાણાં કે અડદિયાં પાકના નામે ઓળખાતા શિયાળુ પાકમાં ઘી, તેજાના અને સૂકોમેવો વપરાતો હોવાથી મધ્યમવર્ગને તે મોંઘો પડે છે તેમ છતાં ઘણા લોકો શિયાળામાં વસાણાં ખાવા પસંદ કરે જ છે.
હવે તો મીઠાઈઓવાળા પણ જુદાં જુદાં પાક ઓર્ડરથી તૈયાર કરવા લાગ્યા છે અને બજારમાં વસાણાં 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલોના પેકિંગમાં મળી રહે છે. આ વર્ષે ઘી, ખાંડ તથા જુદા જુદા સૂકામેવા મોંઘા હોવાથી શિયાળુ પાકમાં પણ 30થી 35 રૂપિયાનો વધારો થયો છે.
સ્વાસ્થ્ય માટે જાગૃત યુવાનો શિયાળામાં ડાયેટની ચિંતા કર્યા વિના મોજથી વસાણાં આરોગે છે, પરંતુ શહેરોમાં કેટલોક એવો વર્ગ પણ છે જે વસાણાં પસંદ કરતો નથી. ખાસ કરીને ટીનેજર્સ. ફાસ્ટફૂડ, જંકફૂડ અને ગરમાગરમ તીખી વસ્તુઓ પસંદ કરતાં બાળકો વસાણાં ખાવા પસંદ કરતાં નથી. વળી મેથીનાં થોડા કડવા લાડુથી પણ આ પેઢી દૂર ભાગે છે.
જોકે આ બધી વાસ્તવિકતા હોવા છતાં ગુજરાતમાં ઘણાં એવાં વસાણાં તથા અડદિયાં પ્રેમી છે જેઓ ઠંડીનું સામ્રાજ્ય રહે ત્યાં સુધી વસાણાં, સ્વાસ્થ્યપ્રદ પીણાં, કાવો બધું જ આરોગીને સ્વસ્થ તથા નિરામય આરોગ્યને જાળવી રાખવા કમર કસે છે.
MP / KP / YS
શિયાળાની પહેલી પસંદ સ્વાસ્થ્યપ્રદ વસાણાં
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.38 % |
નાં. હારી જશે. | 18.99 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: