Home» Education» International Education» Harvard university invites shahrukh

હાર્વર્ડમાં લેક્ચર આપશે શાહરૂખ ખાન

એજન્સી | February 05, 2013, 05:35 PM IST

મુંબઇ :

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને દુનિયાની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંની એક હાર્વર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે જવાનું આમંત્રણ મળ્યું છે. આ પહેલી વાર નથી કે તે કોઇ વિદેશી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપવા જશે. આ પહેલા પણ તેણે લેક્ચર માટે વિદેશની યુનિવર્સિટીમાંથી બોલાવવામાં આવ્યો છે.

શાહરૂખ હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતાં જોવા મળશે અને પોતાની ફિલ્મી કારર્કિદી અંગેનો અનુભવ પણ તેઓને જણાવશે.

આ પહેલા તેણે અમેરિકાની યેલે યુનિવર્સિટીમાં લેકચર આપ્યું હતું. આ યુનિવર્સિટીમાં તો તેનો જાદુ એટલો ચાલ્યો કે ત્યાં કરેલ પાર્ટીમાં ડીને પણ તેની સાથે ડાન્સ કર્યો હતો. તે ભારત સાથે વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં કઇ તારીખે લેક્ચર આપવાનું છે તેની જાહેરાત થોડા દિવસોમાં થઇ શકવાની શક્યતા છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %