Home» Gujarat» Vadodara» Handicapped garba planning in vadodara

વડોદરામાં વિકલાંગ ગરબા મહોત્સવ યોજાયો

જીજીએન ટીમ દ્વારા | October 16, 2013, 02:01 PM IST

વડોદરા : માં ની આરાધના વિકલાંગો દ્વારા કરવામાં આવી આ વાત સાંભળીને જ કઈ અલગ લાગે છે. પગથી ચાલી ન શકનારા, મોઢેથી બોલી ન શકે તેવા તેમજ આખોથી દેખી ન શકે તેવા માનસિક રૂપથી બિમાર લોકોને એક જગ્યા પર લાવી ગરબાનું આયોજન થયુ હતું. જેમાં વડોદરા જિલ્લાના તમામ વિકલાંગ સંસ્થાઓએ આ ગરબામાં ભાગ લીધો હતો. નવરાત્રીના નવ દિવસ ગરબાનું આયોજન થાય છે પણ નોરતા પછી આ ખાસ આયોજન વિકલાંગો માટે કરવામાં આવે છે. જેમા ફક્ત વિકલાંગો જ ગરબા રમે છે. આ સંપૂર્ણ આયોજન વડોદરાની એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવતી હોય છે.

આ ગરબામાં ગુજરાતના પ્રખ્યાત ગરબા ગાયક અચલ મહેતાએ ગરબાના શૂરો રેલાવ્યા હતા. જેના પર વિકલાંગો ખુબ ગરબા રમ્યા હતા. વિકલાંગો માટે આયોજીત આ ગરબામાં મોટી સંખ્યામાં વિકલાંગોએ ભાગ લીધો હતો. તેઓએ જણાવ્યું અમારા માટે ખાસ કરેલા આયોજનથી અમે લોકો ઘણા ખુશ છીએ. સામાન્ય લોકો સાથે ન રમી શકવાને કારણે અમે અમારા જેવા એકબીજાની સાથે ગરબા રમીને અમારી કળા બતાવાનો મોકો મળતો હોય છે. ગરબાના આયોજક રાજેશ આયરે જણાવ્યું કે આપદાથી કોઇ ભૂલ થઇ જાય તો ભગવાન માફ કરી દે છે તો આ લોકોની સાથે ભગવાને કોઇ ભૂલ કરી  હશે તેને આપણે સુધારવાનો મોકો છે. માટે હુ અને અમારી સંપૂર્ણ ટીમ આ કામ કરીએ છીએ.

MS/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.91 %
નાં. હારી જશે. 19.44 %
કહીં ન શકાય. 0.65 %