જામનગર સહિત હાલારભરમાં રવિવારે સુર્યનારાયણના આકરા મિજાજ સોમવારે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, લધુતમ અને મહતમ તાપમાન ઉંચકાતા ગરમીનું જોર પણ વધ્યુ હતુ. જામનગરમાં મહતમ તાપમાન ૩પ.૩ ડીગ્રી નોંધાયુ હતુ. સાથો સાથ સવાર સાંજ સુસવાટા મારતા પવનનો અડીંગો પણ યથાવત રહયો હતો. છેલ્લા કેટલાક વખતથી એક તરફ મિશ્ર હવામાન અને બીજી તરફ ધુળની ડમરીઓ ઉડાડતા પવનનો વિચિત્ર અનુભવ વધ્યો છે.
જામનગર-દ્વારકા જિલ્લામાં હોળી-ધુળેટી પર્વ ટાંકણે સતત બે દિવસ સુધી અસહ્ય ગરમીના મુકામ બાદ ગરમીનું જોર ક્રમશ: ઘટયુ હતુ. સાથો સાથે સપ્તાહના મધ્ય ભાગમાં લધુતમ તાપમાન ફરી નીચે સરકતા રાત્રી દરમ્યાન વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી. જામનગરમાં સુર્યનારાયણે પુન: આગવા મિજાજના દર્શન કરાવ્યા હતા. મહતમ તાપમાન ઉંચકાયુ હતુ અને પાંત્રિસ ડીગ્રીને પાર કરી જતા લોકોએ અસલ ઉનાળુ ગરમીનો અનુભવ કર્યો હતો.ખાસ કરીને બપોરના સુમારે સુર્યનારાયણના આકરા મિજાજના પગલે કાળઝાળ ગરમી સાથે જનજીવન પરસેવે રેબઝેબ થયુ હતુ. ઉનાળાના સતાવાર આગમન બાદ પ્રથમ વખત જ તાપમાનનો પારો ૩પ ડીગ્રીને પાર કરી ગયો છે.
જામનગરમાં છેલ્લા બે દિવસથી લધુતમની સાથે મહતમ તાપમાનમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહયો છે.જેમાં ખાસ કરીને શુક્રવારે ૨૮.૯ ડીગ્રીએ રહેલું મહતમ તાપમાન રવિવારે પુરા થતા ૪૮ કલાકમાં ૬.૪ ડીગ્રી ઉંચકાયુ હતુ અને ૩પ.૩ ડીગ્રીએ પહોચતા લોકોએ આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો. દરમિયાન આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું ધુમ્મસના આવરણના કારણે વાહનચાલકોએ હાલાકી અનુભવી હતી.ધુમ્મસના પગલે સુર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા. જામનગર ખંભાળિયા પંથક ઉપરાંત બારાડી અને ઓખા મંડળમાં પણ આવી જ સ્થિતિ રહી હતી.
AI/RP
Reader's Feedback: