Home» Crime - Disaster» Natural Calamity» Fire in st bus at vadodara

વડોદરામાં એસટી બસમાં આગ લાગી

જીજીએન ટીમ દ્વારા | November 20, 2013, 01:04 PM IST

વડોદરા :

વડોદરાથી ડભોઇ જઈ રહેલી ગુજરાત એસ ટીની બસમાં આજે સવારે આગ લાગી જવાની ઘટનાથી ભાગદોડ મચી ગઈ હતી. બસ વડોદરા ડેપોથી નીકળી અને કમાટીબાગ પાસે પહોંચતા તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે આ દુર્ધટનામાં કોઈને જાનહાની થઇ નહોતી. બસમાં કુલ 40 યાત્રીઓ હતા. પણ આગ લાગવાની સાથેજ યાત્રીઓ બારીમાં કુદી બહાર નીકળ્યા હતા. જોકે બસમાં આગનો સંદેશ મળતાજ ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું. અને આગ પર કાબુ મેળવ્યો હતો. બસના યાત્રી નીરજ એ જણાવ્યું કે બસમાં એકા-એક આગ લગતા મે પાછળનો કાચ તોડી બહાર નીકળી ગયો અને ત્યાર બાદ બીજા બીજા લોકો ને બહાર કાઢ્યા હતા.

હાલ તો બસની આગ પર કાબુમાં આવી ગઇ છે. પણ સવાલ એજ છે કે સીએનીજી વાળી બસમાં આગ  લાગી કેવી રીતે ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ ઘટના માં કોઈ જાનહાની થઇ નથી. જોકે આ આગ કેવી રીતે લાગી એ તો તપાસ બાદજ બહાર આવશે. પણ સૌથી મોટી રાહત ની વાત છે કે એક મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ.

MS/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %