Home» Education» International Education» Felt confused and humiliated during harvard ratan

હાર્વર્ડમાં શરૂઆતના દિવસોમાં મુંઝવણ થતીઃ ટાટા

Agencies | December 13, 2013, 01:56 PM IST

લંડન :

હાર્વર્ડ યુનિવર્સિટીમાં શરૂઆતના દિવસોમાં હું થોડો ગભરાયેલો હતો અને મારી જાતને બહુ ઓછી સમજતો હતો. આ કારણથી ઘણી જગ્યાએ હું અપમાનિત થયો હોવ તેમ અનુભવતો હતો. તેમ છતાં આ દિવસો મારી જિંદગીના મહત્ત્વનો ભાગ બની ગયા. બોસ્ટનમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ટાટા હોલના સમર્પણ સમારોહમાં   રતન તાતાએ હાર્વર્ડ કેમ્પસની યાદો વાગોળતા આમ કહ્યું હતું.

1,63,000 ચોરસ ફૂટમાં બનેલી આ બિલ્ડીંગમાં હાર્વર્ડના એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ માટે લોકો અહીં રહીને ભણી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. સમારોહમાં ટાટાની સાથે ભારતમાં જન્મેલા હાર્વર્ડના ડીન નિતિન નોહરિયા અને હાર્વ્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડ્રયુ ફોસ્ટ પણ હાજર હતી. હાર્વર્ડ ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ રતન ટાટાએ કહ્યું હતું કે, કેમ્પસમાં પોતાના શરૂઆતના દિવસોમાં તેઓ ખૂબ ગભરાયેલા હતા અને અન્ય સાથી વિદ્યાર્થીઓના કૌશલ્ય અને જ્ઞાનને જોઈને તેઓ પોતે શરમ અનુભવતા હતા.

ટાટાએ કહ્યું હતું કે, મારી જિંદગીનો તે એક એવો ભાગ હતો જ્યારે હું દિવસો ગણતો હતો અને વિચારતો હતો કે મારી સામાન્ય જિંદગીમાં ક્યારે પાછો ફરીશ. જોકે થોડા જ દિવસોમાં મારી મૂંઝવણ દૂર થઈ ગઈ. પાછળથી મને સમજાયું કે મેં બિઝનેસ સ્કૂલમાં જે કંઈ પણ શીખ્યું તે બીજે ક્યાંય શીખવા મળત નહીં. ટાટા સન્સના પૂર્વ ચેરમેને કહ્યું હતું કે, જ્યારે હું 13 અઠવાડિયા વિશે વિચારું છું તો મને ખ્યાલ આવે છે કે તે મારી જિંદગીના સર્વશ્રેષ્ઠ દિવસો હતો. જેણે મારા સમગ્ર દૃષ્ટિકોણને બદલી નાંખ્યો. તેમણે કહ્યું હતું કે, આ હોલ ગ્લોબલ બિઝનેસ લીડર્સની આવનારી પેઢીને નિખારવામાં વધુ મદદ કરશે.

ટાટા કંપનીઓ અને ટાટા સમૂહ સાથે સંકળાયેલા સરદોરાબજી ટાટા ટ્રસ્ટ તથા ટાટા એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટે આ બિલ્ડિંગ બાંધવા માટે વર્ષ 2010માં પાંચ કરોડ ડોલરનું દાન આપ્યું હતું. બિલ્ડિંગ બનાવવાનો આરંભ ડિસેમ્બર 2011માં શરૂ થયો હતો અને તેમાં 179 બેડરૂમ, 99 સીટોની ક્ષમતાવાળા બે ક્લાસરૂમ, 2 મીટિંગ રૂમ અને 9000 વિદ્યાર્થીઓ માટે કોન્ફરન્સ રૂમ હશે. આ હોલને યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલનું પ્લેટિનમ સર્ટિફિકેટ પણ મળી શકે છે. જેને સૌથી ઊંચું રેટિંગ માનવામાં આવે છે.

નોહરિયાએ કહ્યું હતું કે, આ હોલ અમારી માટે એક કિંમતી ભેટ છે. જે આગામી દશકાઓમાં અમારા કેમ્પસને નવી દિશા આપશે.

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %