Home» Social Media » Facebook Funda» Facebook pulls its email service

ફેસબુક ઈમેલ સર્વિસ બંધ કરશે

એજન્સી | February 25, 2014, 06:52 PM IST

સાન ફ્રાન્સિસ્કો :
જો તમે ફેસબુકનું ઈમેલ આઈડી વાપરાતા હો તો તમારે તાત્કાલિક અન્ય કંપનીમાં ઈમેલ આઈડી રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. કેમકે દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક તેની ઈમેલ સેવા બંધ કરવા જઈ રહી છે. ફેસબુક વપરાશકારો આ સર્વિસમાં રસ દાખવતાં ન હોવાથી કંપનીએ આ પગલું ભર્યું હતું.
 
ફેસબુકે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે પોતાની ઈમેલ સેવા બંધ કરી રહી છે. આ પાછળનું કારણ એવું છે કે મોટાભાગના લોકો તેમના ફેસબુક ઈમે એડ્રેસનો ઉપયોગ કરતા નહોતા. કંપની હવે પોતાની મોબાઈલ મેસેજિંગ સર્વિસને પ્રાધાન્યતા આપશે. એટલેકે કંપની હવે મોબાઈલ મેસેજિંગને વધારે મજબૂત બનાવશે.
 
ફેસબુકની ઈમેલ સેવા 2010માં શરૂ થઈ હતી અને 2012માં યૂઝર્સના ફેસબુક એડ્રેસને મેસેજ માટે ડિફોલ્ટ એડ્રેસ રૂપે વાપરવાનું શરૂ કર્યું હતું, જેનાથી લોકો ખૂબ જ નારાજ થયા હતા. કંપનીના પ્રવક્તએ જણાવ્યું હતું કે જે લોકોનું ઈમે એડ્રેસ ફેસબુક ડોટ કોમ છે  તેવા લોકોને માહિતગાર કરી રહી છે.
 
ફેસબુકે વ્હોટ્સએપ ખરીદ્યા બાદ આ કદમ ઉઠાવ્યું છે. હવે તેની પાસે વધારે યૂઝર છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %