Home» Sports» Hockey» Ex players march to demand bharat ratna for dhyan chand

મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગ

એજન્સી | January 08, 2014, 07:21 PM IST
ex players march to demand bharat ratna for dhyan chand

નવી દિલ્હી :
ભારતમાં જેમને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે તેવા મેજર ધ્યાન ચંદને ભારત રત્ન આપવાની માંગ લઈને પૂર્વ હોકી ખેલાડી અને તેના તમામ પ્રશંસકોએ કૂચ કરીને પ્રધાનમંત્રી કાર્યાલયને આવેદનપત્ર આપ્યું હતું.
 
ધ્યાન ચંદના પુત્ર અને પૂર્વ હોકી ખેલાડી અશોક કુમારની આગેવાની હેઢળ હોકી સિટીઝન ગ્રુપ તરફથી આ કૂચ કરવામાં આવી હતી. જેમાં ઝફર ઇકબાલ, દિનેશ ચોપડા, રાજેશ ચૌહાણ અને પૂર્વ કોચ હરેન્દ્ર સિંહ સહિતના ઘણા હોકી ખેલાડીઓ જોડાયા હતા. આ કૂચ બારાખંભાથી શરૂ થઈને પ્રધાનમંત્રી કાર્યાલય પર સમાપ્ત થઈ હતી.
 
ઉલ્લેખનીય છે કે હોકીના જાદુગર ધ્યાનચંદને ભારત રત્ન આપવાન માંગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જોકે તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા સચિન તેંડુલકરને ભારત રત્ન આપવાની સરકાર દ્વારા જાહેરાત થયા બાદ મેજર ધ્યાન ચંદને પણ આ સન્માન મળવું જોઈએ તેવી હોકી પ્રેમીની માંગ ઉગ્ર બની છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %