દમણ સીલવાસા નજીક આવેલા નરોલી ચોકડી પાસે ટ્રેક ચાલકે એકાએક કાબુ ગુમાવી દેતા નવ બાઇક, એક રીક્ષા, એક કાર ચાલકને ગંભીર રીતે અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક શખ્સનુ ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. જયારે ત્રણ ને સીલવાસા સીવીલ હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડયા હતા.આ ઘટના બાદ સ્થાનીક લોકોએ રોષમાં ભરાયને સ્થાનીક પોલીસ પર પથ્થરમારો કરતા મામલો તંગ બન્યો હતો.
મળતી માહિતી મુજબ, સીલવાસા નરોલી ચોકડી પાસેથી પુરપાટ ઝડપે દોડી આવતા કાળ મુખી ટ્રકના ડ્રાયવરે એકાએક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા તેને નવ બાઇક, એક રીક્ષા, એક કાર તથા સાયકલ ચાલકને ગંભીર રીતે અડફેટે લીધા હતા.
આ ગોઝારા અકસ્માતંમા સાયકલ ચાલક તથ સીલવાસાના બોરીગામમા રહેતા એવા મેગરાજ પટેલનુ ઘટના સ્થળે જ કમકામાટી ભર્યુ મોત નીપજયુ હતુ. જયારે અન્ય ત્રણને ગંભીર ઇર્જા પહોચતા સીલવાસાની સીવીલ હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડયા હતા. જયા તેઓની હાલત ગંભીર જણાય હતી. જયા બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ પોલીસના કાફલા પર પથ્થર મારો કરતા મામલો તંગ બન્યો હતો. જયા ઉપરી અધિકારી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડયો હતો. તેમજ ટ્રક ચાલક વિરુધ્ધ ગુનોનોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.
CP/RP
Reader's Feedback: