Home» India» India Politics» Election commission initiates action against narendra modi for lotus act

મોદી સામે કાર્યવાહી કરવા ચૂંટણી પંચનો આદેશ

એજન્સી | April 30, 2014, 03:34 PM IST

નવી દિલ્હી :
ચૂંટણી પંચે ભાજપના પીએમ પદના ઉમેદવાક નરેન્દ્ર મોદી વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે ગુજરાત કોંગ્રેસની ફરિયાદ બાદ તાત્કાલિક પગલાં લીધા હતા અને ગુજરાતના મુખ્ય સચિવને મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ કાનૂન (આરપીએ)ની કલમ 126 1 B હેઠળ કાર્યવાહી કરવાનું કહ્યું છે.
 
આજે સવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મત આપ્યા બાદ પક્ષનું ચૂંટણી ચિહ્ન કમળ બતાવ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધતા વિવાદ ઉભો થઈ ગયો હતો. મોદીના આ પગલાંના વિરોધમાં કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. 
 
મત આપ્યા બાદ મીડિયાને સંબોધન કરતી વખતે મોદીએ આંગળી પર કરવામાં આવેલા નિશાનની સાથે સાથે પોતાનાં કપડાં પર લગાવવામાં આવેલા કમળના પ્રતિકને હાથમાં લઈને બતાવ્યું હતું. આ દરમિયાન મોદીએ પોતાની સેલ્ફી પણ ખેંચી હતી. સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન મોદી કમળના નિશાના હાથમાં લઈને કેમેરા સામે દર્શાવાવની કોશિશ  હતા.
 
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે મોદીએ જે કર્યું છે તે આચારસંહિતાનો ભંગ છે. આ બંનેને ગુજરાતના મુખ્યમંત્રી સામે પગલાં લેવાની માંગ કરી હતી. કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરીને મોદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની તથા વડોદરા અને વારાણસીમાંથી તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી. 
 
રાણીપમાં પોતાનો મત આપ્યા બાદ મોદીએ લોકોને જંગી મતદાન કરવાની અપીલ કરી હતી. આગામી સરકાર ભાજપની જ બનશે તેવો દાવો પણ મોદીએ કર્યો હતો. ગુજરાતના મતદારોની માફી માંગતા મોદીએ જણાવ્યું હતું કે, તે રાજ્યના ચૂંટણી પ્રચાર અભિયાનમાં માત્ર 18 કલાક જ ફાળવી શક્યા હતા. તેમણે કહ્યું હતું કે, પહેલાં હું ગુજરાતમાં વધારે સમય ફાળવતો હતો પરંતુ આ વખતે માત્ર 18 કલાક જ  આપી શક્યો છું.
 
કોંગ્રેસના પ્રવક્તા મીમ અફઝલે જણાવ્યું હતું કે, બીજેપીની પીએમ પદના ઉમેદવારે આચારસંહિતાનો ભંગ કરીને પોતાની પાર્ટીના સિમ્બોલનો પ્રચાર કર્યો છે. મોદી પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, મોદી ઘમંડી છે અને પોતાને કાનૂનથી ઉપર માને છે.  તેઓ એ ભૂલી જાય છે કે દેશના પ્રધાનમંત્રી પર કાયદાથી ઉપર નથી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %