Home» Crime - Disaster» Crime» Dowry case against orissa minister

દહેજ મામલે કાયદામંત્રી સામે કેસ

IANS | March 15, 2013, 11:16 AM IST

ભુવનેશ્વર :

ઓરિસ્સાના કાયદામંત્રી તેમજ બીજેડીના વરિષ્ઠ નેતા રઘુનાથ મોહંતી વિરુદ્ધ દહેજ માટે તેમની પુત્રવધૂને ત્રાસ આપવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની સાથે મોહંતીના પુત્ર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ આરોપ લાગ્યા પછી ઓરિસ્સાના કાયદામંત્રી રઘુનાથ મોહંતીએ રાજીનામું આપી દીધું છે.

મોહંતીની પુત્રવધૂ બરસા સોની મોહંતીએ મંત્રી, તેમનાં પત્ની પ્રીતિલતા (સાસુ), પુત્ર રાજશ્રી (બરસાના પતિ) અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ બાલેશ્વર ટાઉન પોલીસમથકમાં એફઆઈઆર નોંધાવી છે. જો કે આ અંગે મંત્રી મોહંતીએ કહ્યું હતું કે મારી અને મારા પરિવાર સામેની આ ફરિયાદ ખોટી અને પાયાવિહોણી છે.

જ્યારે મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે લગ્ન સમયે મોહંતી પરિવારને 10 લાખ રોકડા અને ઘરસામાનની વસ્તુઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત હજુ પણ સાસરીપક્ષના લોકો એક સ્કોર્પિયો ગાડી અને 25 લાખ રૂપિયા માંગી રહ્યાં છે. ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે 13 માર્ચે તેનું અપહરણ કરીને તેની હત્યા કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. પરંતુ પીડિતાના પરિવારજનો આવી પહોંચતા તે બચી ગઈ હતી.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %