Home» Business» Commerce Services» Dot may send notices to vodafone idea airtel in matrix case

વોડાફોન, એરટેલ અને આઈડિયાને શૉ-કોઝ નોટિસ મળશે

Agencies | November 27, 2013, 04:47 PM IST

કોલકાતા :

ટેલિકોમ વિભાગ વોડાફોન ઈન્ડિયા, ભારતી એરટેલ લિમિટેડ અને આઈડિયા સેલ્યુલર લિમિટેડને કારણદર્શક નોટિસ બજાવશે. આ કંપનીઓ દ્વારા લાઈસન્સની શરતોના ઉલ્લંઘનના સંદર્ભમાં કંપનીઓને નોટિસ બજાવવામાં આવશે.

આ કંપનીઓ પર વેરિફિકેશન વગર મેટ્રિક્સ સેલ્યુલર (ઈન્ટરનેશનલ) સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડને બલ્ક સીમકાર્ડ રેન્ટ પર આપવાનો આરોપ છે. જો લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન થયું હોવાનું પુરવાર થશે તો કંપનીઓનાં લાઈસન્સ પણ રદ થઈ શકે છે અને મહત્તમ રૂ. ૫૦ કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ૨૦૧૧માં ત્રણ મોબાઈલ ઓપરેટરોને આ પ્રકારના મામલામાં કારણદર્શક નોટિસ અને ૫૦ કરોડની ડિમાન્ડ નોટિસ બજાવી હતી. ત્યારબાદ ત્રણેય જીએસએમ ઓપરેટરોએ આ કેસમાં ટેલિકોમ ટ્રિબ્યુનલ ટીડી સેટમાં આ નોટિસને પડકારી હતી. ટ્રિબ્યુનલે ૧૭ જુલાઈ ૨૦૧૨ના રોજ પોતાના નિર્ણયમાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ફરીથી કારણદર્શક નોટિસ બજાવવાનો આદેશ કર્યો હતો. સાથે જ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને આ ત્રણેય કંપનીઓને પેનલ્ટીની રકમ પરત કરવા પણ જણાવ્યું હતું.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટની તાજેતરની નોંધમાં જણાવાયું છે કે ટીડી સેટના નિર્ણયને ધ્યાનમાં લઈને વોડાફોન, ભારતી એરટેલ  અને આઈડિયા સેલ્યુલરને લાઈસન્સની શરતોના ભંગ બદલ નોટિસ બજાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવે છે. આઈડિયા સેલ્યુલરને નોટિસ આપવાની દરખાસ્ત અગાઉથી વહીવટી મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે.

કારણદર્શક નોટિસના ડ્રાફ્ટમાં કંપનીઓ ઉપર સેલ્યુલર મોબાઈલ ટેલિફોનિક સર્વિસીઝની કલમ ૫.૧૩, ૫.૧૪, ૭.૧૮ અને ૮ અને ૯ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નિર્ણયને કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવાની તૈયારીમાં છે.

MC/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %