
ટેલિકૉમ ક્ષેત્રની અગ્રણી કંપની વોડાફોન દેશનાં કેટલાક શહેરોમાં ફ્રી વાઇ-ફાઇ સુવિધા આપશે. અહેવાલો મુજબ કંપનીએ વાઇ-ફાઇ ટેસ્ટિંગ શરૂ કર્યુ છે. જ્યા ઇન્ટરેનટનો ઉપયોગ વધુ છે ત્યાં કંપની આ સુવિધા શરૂ કરશે, અને ઇન્ટરનેટની સ્પીડ પણ વધારે હશે.
વોડાફોન કંપનીએ મુંબઇ સહિતનાં મોટા શહેરોમાં ફ્રી વાઇ-ફાઇ માટે કામ શરૂ કર્યુ છે. જેને પ્રોજેક્ટ સ્પ્રિંગ નામ આપવામાં આવ્યુ છે. વોડાફોનના સૂત્રોએ જણાવ્યુ કે હાલમાં વાઇ-ફાઇ યુઝ કરવા માટે યૂઝર્સે યૂઝર નેમ અને પાસવર્ડ સબમિટ કરવો પડે છે. પણ હવે આ વ્યવસ્થા સમાપ્ત થશે. વાઇ-ફાઇ યુઝ કરવા માટે માત્ર એક વાર રજિસ્ટર્ડ કરાવવુ પડશે.
DP
Reader's Feedback: