ટેલિકોમ વિભાગ વોડાફોન ઈન્ડિયા, ભારતી એરટેલ લિમિટેડ અને આઈડિયા સેલ્યુલર લિમિટેડને કારણદર્શક નોટિસ બજાવશે. આ કંપનીઓ દ્વારા લાઈસન્સની શરતોના ઉલ્લંઘનના સંદર્ભમાં કંપનીઓને નોટિસ બજાવવામાં આવશે.
આ કંપનીઓ પર વેરિફિકેશન વગર મેટ્રિક્સ સેલ્યુલર (ઈન્ટરનેશનલ) સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડને બલ્ક સીમકાર્ડ રેન્ટ પર આપવાનો આરોપ છે. જો લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન થયું હોવાનું પુરવાર થશે તો કંપનીઓનાં લાઈસન્સ પણ રદ થઈ શકે છે અને મહત્તમ રૂ. ૫૦ કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે.
ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ૨૦૧૧માં ત્રણ મોબાઈલ ઓપરેટરોને આ પ્રકારના મામલામાં કારણદર્શક નોટિસ અને ૫૦ કરોડની ડિમાન્ડ નોટિસ બજાવી હતી. ત્યારબાદ ત્રણેય જીએસએમ ઓપરેટરોએ આ કેસમાં ટેલિકોમ ટ્રિબ્યુનલ ટીડી સેટમાં આ નોટિસને પડકારી હતી. ટ્રિબ્યુનલે ૧૭ જુલાઈ ૨૦૧૨ના રોજ પોતાના નિર્ણયમાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ફરીથી કારણદર્શક નોટિસ બજાવવાનો આદેશ કર્યો હતો. સાથે જ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને આ ત્રણેય કંપનીઓને પેનલ્ટીની રકમ પરત કરવા પણ જણાવ્યું હતું.
ટેલિકોમ ડિપાર્ટમેન્ટની તાજેતરની નોંધમાં જણાવાયું છે કે ટીડી સેટના નિર્ણયને ધ્યાનમાં લઈને વોડાફોન, ભારતી એરટેલ અને આઈડિયા સેલ્યુલરને લાઈસન્સની શરતોના ભંગ બદલ નોટિસ બજાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવે છે. આઈડિયા સેલ્યુલરને નોટિસ આપવાની દરખાસ્ત અગાઉથી વહીવટી મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે.
કારણદર્શક નોટિસના ડ્રાફ્ટમાં કંપનીઓ ઉપર સેલ્યુલર મોબાઈલ ટેલિફોનિક સર્વિસીઝની કલમ ૫.૧૩, ૫.૧૪, ૭.૧૮ અને ૮ અને ૯ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નિર્ણયને કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવાની તૈયારીમાં છે.
MC/DP
વોડાફોન, એરટેલ અને આઈડિયાને શૉ-કોઝ નોટિસ મળશે
કોલકાતા :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: