‘કોલાવરી ડી’થી ફેમસ બનેલો ધનુષ હમણાથી ખૂબ ચર્ચામાં છે. પહેલા તેણે કોલવરી-ડીના કારણે તે ચર્ચામાં રહ્યો હતો એ પછી તાજેતરમાં તેણે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે મક્કા ગણાતા અમદાવાદ સ્થિત આઈઆઈએમ-એના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ અને માર્કેટીંગના પાઠ ભણાવ્યા હતા.
ત્યારબાદ હવે ફરી પોછો ધનુષ મેદાનમાં આવી ગયો છે અને આ વખતે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના કારણે તે ચર્ચામાં આવ્યો છે.
તાજેતરમાં ધનુષે સચિનને ધ્યાનમાં રાખીને એક ગીત બનાવ્યું છે. આ ગીત તંગલિશ એટલે તમિળ અને ઇંગલિશ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ધનુષના મતે સચિન તેંડુલકર માટે ગીત ગાવું તે સોભાગ્ય અને ગર્વની વાત છે. વધુમાં તે જણાવે છે કે, જ્યારે તેણે સચિન માટે ગીત ગાવાનો પ્રસ્તાવ મળ્યો ત્યારે તેણે એક મિનિટ પણ વેડફ્યા વગર તરત જ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.
ધનુષે આ ગીત માટે ખૂબ મહેનત કરી છે અને તેણે વિશ્વાસ છે કે, લોકોને આ ગીત ચોક્કસ પસંદ આવશે. ધનુષ હાલ જાણીતો ચહેરો બની ગયો છે પણ તેનામાં જરા પણ સ્ટારડમ આવ્યું નથી. આ વાતની સાબિતી તેની આ વાત પરથી મળે છે. જ્યારે ધનુષ આ પ્રકારે સચિન માટે ગીત ગાઈ રહ્યો છે તે માટે તે સચિને મળ્યો નથી. કારણ કે તેણે શંકા છે કે કદાચ સચિન તેના નામથી પરિચત ન હોય તો, ધનુષની આ જ સાદગી પર લોકો કાયલ છે.
તમિળ સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ અને કોલાવરી-ડીની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે અને તેને સ્વરબદ્ધ કરનાર ધનુષને શંકા છે સચિન તેણે જાણતો નહીં હોય. પણ ઘનુષને એ વાતની શંકા નથી કે સચિન માટે જે ઍન્થમ સોંગ બનાવી રહ્યો છે તે લોકોને ચોક્કસ પસંદ આવશે.
સચિનના ફેન તરીકે ધનુષ માને છે કે આ ઍન્થમ સોંગમાં તે પોતાની અંદર રહેલી તમામ શક્તિ ખર્ચી પોતાનું શ્રેષ્ઠત્તમ પ્રદર્શન આપશે. જોકે કોલવરી-ડીની વાત કરતા તે જણાવે છે કે, તેમની ટીમને આશા ન હતી કે આ ગીત આટલું હિટ થશે. પણ કોલાવરી-ડી પછી લોકોની ધનુષ પ્રત્યે વધું આશા બંધાઈ છે.
ધનુષે તાજેતરમાં આનંદ રાયની ફિલ્મ ‘રંજના’ સાઈન કરી છે. આ ફિલ્મથી તે બોલિવુડમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનીઆ પ્રથમ હિન્દી ફિલ્મ છે માટે તે હાલ હિન્દી પણ શીખી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, ભલે ધનુષની આ પ્રથમ હિન્દી ફિલ્મ હશે, પણ આ પહેલા તેણે 20થી વધુ ભારતીય ફિલ્મમો કરી ચુક્યો છે.
Reader's Feedback: