Home» International» Asia» Cremea people against ukrain

ક્રિમિયાએ કરી યુક્રેનથી સ્વતંત્ર થવાની તરફેણ

Agencies | March 17, 2014, 08:07 PM IST

મૉસ્કો :
અત્યાર સુધી યુક્રેનનો હિસ્સો રહેલા ક્રિમિયાની પાર્લામેન્ટે આજે પોતાના વિસ્તારને સ્વતંત્ર જાહેર કરી દીધો હતો. ક્રિમિયામાં આજે લોકમત લેવામાં આવ્યો હતો અને લોકોએ યુક્રેનથી છુટા પડવાની તરફેણમાં ભારે બહુમતિથી મતદાન કર્યુ હતુ.

જોકે આ જનમતને પશ્ચિમના દેશોએ માન્યતા આપી નથી.અમેરિકા સહિતના દેશોને રશિયા સામે પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી છે.ઉલ્લેખનીય છે કે રશિયાના લશ્કરી દળો ક્રિમિયામાં છે.અત્યાર સુધીમાં 22000 રશિયન સૈનિકો ક્રિમિયામાં ધામા નાખી ચુક્યા છે.
 
આ જનમત બાદ હવે ક્રિમયા સત્તાવાર રીતે રશિયા સાથે જોડાણ કરવાની જાહેરાત કરે તેવી સંભાવના છે.ક્રિમિયાની પાર્લામેન્ટે યુનાઈટેડ નેશન્સને ક્રિમિયાને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે અએપીલ કરી છે.
 
જાણકારોનુ માનવુ છે કે હવે ક્રિમિયા સાથે રશિયાનુ જોડાણનુ એલાન જ બાકી છે જે આગામી દિવસોમાં થશે.જોકે વૈશ્વિક સ્તરે તેના શું પ્રત્યાઘાત પડે છે તે જોવાનુ રહે છે.જાણકારોનુ માનવુ છે કે કોલ્ડ વોરના દિવસો પાછા આવી રહ્યા છે.
 
DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %