Home» India» India Politics» Congress will sit in opposition rahul

બહુમતી નહિ મળે તો વિપક્ષમાં બેસીશું: રાહુલ ગાંધી

એજન્સી | May 02, 2014, 06:19 PM IST

નવી દિલ્હી :
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અત્‍યાર સુધીનું ખરાબ પ્રદર્શન કરે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે જો કોંગ્રેસને પુરતી બેઠકો નહીં મળે તો રાહુલ ગાંધી વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે. તેઓ સંગઠનને નવેસરથી ઉભુ કરવાની સાથે તેમાં ધરખમ ફેરફારો કરશે.  કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી અનેક પક્ષોની મદદથી સરકાર બનાવવાના પક્ષમાં નથી. આ પ્રકારના ગઠબંધન સફળ થતા નથી અને હંમેશા અસ્‍થિરતા જ રહે છે.
 
કોંગ્રેસના નેતાએ જણાવ્‍યું હતુ કે, રાહુલ પાછલા અનેક પ્રસંગે કાર્યકરો સાથેની વાતચીતને એ બાબત ઉપર ભાર મુકી ચુકયા છે કે લોકસભાની ચૂંટણી પછી તેઓ સંગઠનમાં ધરખમ ફેરફારો કરશે. તેમણે કહ્યું હતુ કે, ખાસ કરીને એવા રાજયોમાં કે જયાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોની સામે પોતાનો આધાર ગુમાવી ચુકેલ હોય. કોંગ્રેસ પક્ષ સંગઠનને નવેસરથી બેઠુ કરશે.
 
કોંગ્રેસનું કહેવુ છે કે તેને ચૂંટણીમાં સંપુર્ણ બહુમતી મળશે એવામાં ત્રીજા મોરચાને સમર્થનનો કોઇ સવાલ નથી. પક્ષના સુત્રોનું માનીએ તો ટોચના નેતૃત્‍વએ કેટલાક નેતાઓના નિવેદનો ઉપર નારાજગી દર્શાવી છે. 
 
બેઠકો અંગે પક્ષમાં સૌનો અલગ-અલગ વિચાર છે. એક જુથ માને છે કે કોંગ્રેસ ત્રણ આંકડાને પસાર કરી નહિ શકે, જયારે બીજુ જુથ માને છે કે 140 બેઠકો મળી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પરિણામ પછી કોંગ્રેસ રાહુલ ગાંધીને મહત્ત્વની જવાબદારી સોંપે છે કે પછી પ્રિયંકા મેજીકને સક્રિય રાજકારણમાં લાવે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.09 %
નાં. હારી જશે. 19.26 %
કહીં ન શકાય. 0.65 %