Home» Entertainment» TV» Comedy king kapil sharma turns 32

કોમેડી કિંગ કપિલ 32નો થયો

એજન્સી | April 02, 2014, 03:44 PM IST

મુંબઈ :
ભારતીય સિનેમાના બે મહાન વ્યક્તિનો આજની તારીખે જન્મ થયો હતો. તેમાંના એક છે અજય દેવગન અને બીજા છે કપિલ શર્મા. 2 એપ્રિલના રોજ જન્મેલો કપિલ શર્મા એટલે કે કોમેડી કિંગ આજે 32 વર્ષનો થઈ ગયો છે. ધ ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જ દ્વારા અપાર લોકપ્રિયતા મેળવનાર કપિલે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.
 
ઘર ચલાવવા માટે એક સમયે તેણે ઝેરોક્ષની દુકાન પર પણ કામ કયું છે તો સ્ટેજ શો પણ કર્યા છે. પરંતુ આજે કપિલે પોતાના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ દ્વારા ટેલીવિઝનના પડદે સમગ્ર દુનિયામાં ધૂમ મચાવી દીધી છે અને થોડા સમયમાં જ તે ટેલીવિઝનના પડદા પરથી ફિલ્મના પડદા પર અભિનય કરતો જોવા મળશે.
 
થોડાં સમય પહેલાં જ્યારે કોમેડી નાઈટ્સ વિથ કપિલનો સેટ બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે કપિલાની માતા જનક રાની પોતાના પુત્ર સાથે કરતા રડી પડી હતી. ત્યારે આા સંજોગોમાં પણ તેણે પોતાની આશા જીવંત રાખતા માતાને કહ્યું હતું કે, મા સેટ ભલે સળગી ગયો પરંતુ હવે ચિંતા કરતા નહીં. હવે હું સેટ છું.
 
માતાની મમતા અને પ્રશંસકોની મદદથી આજે કપિલ આ ઉંચાઈ સુધી પહોંચી શક્યો છે. કપિલની હસી મજાક સાંભળવા માટે લોકો તેના શોની આતુરતાથી રાહ જોતા હોય છે. પોતાના દુઃખોને હંમેશા એક પ્રેમાળ હાસ્યથી છુપાવીને બીજાને હસાવનાર કપિલ પાસેથી કઈંક શીખવું જોઈએ. કપિલના જન્મદિન પર પ્રભુને પ્રાર્થના કરીએ કે બીજાને હસાવનાર આ વ્યક્તિ હંમેશા ખુશ રહે અને પોતાના કામમાં સફળતા મેળવે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %