Home» International» Asia» Ceasefire violation on loc in jammu kashmir by pakistan

પાકિસ્તાને ફરીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું

એજન્સી | April 28, 2014, 03:51 PM IST

શ્રીનગર :
પાડોશી દેશ પાકિસ્તાને  જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે વળતું ફાયરીંગ કર્યું છે. એક અઠવાડિયામાં સીઝફાયર ઉલ્લંઘનની બીજી ફરિયાદ છે.
 
સૂત્રોનું કહેવું છે કે, રાજોરી સેક્ટરમાં સોમવારે સવારે છ વાગે પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકીને ગ્રેનેડવાળા રોકેટથી નિશાન બનાવી હતી. આનો ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાની સૈનિકોને જડબાતોડ જવાબ આપતા વળતું ફાયરિંગ કર્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સૈનિકોએ ગત શુક્રવારે પણ એલઓસી પર કેટલાક સેકટરોમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %