લોકસભા 2014 ચુંટણી માટે ઠેર ઠેર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીને જીત અપાવવા માટે ચોતરફથી કાર્યકર્તાઓ એકમત થઇ રહ્યા છે ભાજપને વધુ મજબુત બનાવવા માટે વિવિધ મતવિસ્તારોમાં બેઠકો અને મીટીંગો થવા લાગી છે જેના ભાગરૂપે ગત સાંજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પણ એક 68 વિધાનસભા મતવિસ્તારની મીટીંગ મળી હતી જેમાં અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા આ મીટીંગમાં એક પ્રદેશ લેવલેથી આપવામાં આવેલ આદેશનું પાલન કરવાની સુચના આપવામાં આવતા કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા અને મીટીંગમાં ભારે હોબાળો મચાવ્યો હતો તે ઉપરાંત પક્ષના વરિષ્ઠ આગેવાનો અને શહેર પ્રમુખને પણ બેફામ ગાળો ભાંડવામાં આવતા મીટીંગ રદ કરવામાં આવી હતી અને તાકીદે ભાજપ કાર્યાલયને તાળા મારી દરેકે પોતપોતાને રસ્તે નીકળી ગયા હતા. આ માથાકૂટ બાદ દરેક આગેવાનોના ફોન પણ કવરેજ ક્ષેત્રની બહાર દર્શાવતા માથાકૂટ ઉચ્ચ લેવલે પહોચી હોય તેવા નિર્દેશો મળ્યા હતા.
રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે લોકસભા ને અનુસંધાને 68 વિધાનસભા મતવિસ્તારની મીટીંગ યોજાઈ હતી મીટીંગ દરમિયાન પ્રદેશ કાર્યાલયમાંથી એક મેસેજ આપવામાં આવ્યો હતો જે મેસેજ મીટીંગમાં રજુ કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો.
મેસેજ એ હતો કે રાજકોટના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા જયારે ફોર્મ ભરવા જાય ત્યારે તેમની સાથે શિવલાલ વેકરીયા અને વલ્લભભાઈ કથીરિયાએ સાથે રહેવું. આ આદેશ કરવામાં આવતા જ કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા અને પ્રદેશ કાર્યાલયની મનમાની સામે ઉગ્ર બોલાચાલી કરી હતી ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમજ ભાજપના શહેર પ્રમુખ ભીખાભાઈ વસોયાને પણ બેફામ ગાળો ભાંડી હતી ભીખાભાઈ હાજર ન હોય તેમને ફોન મારફતે બેફામ ગાળો ભાંડીને નવો વિવાદ સર્જી દીધો હતો આ માથાકુતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મીટીંગ રદ કરી ભાજપ કાર્યાલયને તાળા મારીને રફુચક્કર થઇ ગયા હતા આ અંગે વિગતો મેળવવા માટે ફોન કરવામાં આવતા દરેક આગેવાનોના ફોન પણ કવરેજ ક્ષેત્રની બહાર દર્શાવતા હતા બંધ કાર્યાલય પાસે પાર્ક કરેલ પોતાનું વાહન લેવા આવેલા કાર્યાલય મંત્રી અનિલભાઈ ને પૂછતાં આજે કાર્યાલયમાં રજા હોવાની કબુલાત આપી પોતાનો બચાવ કર્યો હતો.
ચુંટણી સમયે જ ભાજપમાં માથાકૂટ થતા જ ભાજપમાં ભાગલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે હાલ તો આ માથાકુટના સમાધાનમાં સૌ આગેવાનો લાગી ગયા હોય તેવા નિર્દેશી મળી રહ્યા છે.
રાજકોટ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગઈકાલે થયેલી માથાકુટના ઘેરા પડઘા પડ્યા છે ગત સાંજથી બંધ રહેલું ભાજપ કાર્યાલય આજે પણ તાળાબંધીથી સજ્જ થયેલું જોવા મળ્યું હતું.
ભાજપ કાર્યલય ખાતે ગઈકાલે સાંજે મળેલી મીટીંગમાં પ્રદેશ કાર્યાલય ખાતેથી આપવામાં આવેલ આદેશને અનુસરવા બાબતે કાર્યકર્તાઓ સાથે માથાકૂટ થતા ભારે ચકચાર મચી જવા પામી હતી રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ શહેર ભાજપ પ્રમુખને પણ બેફામ ગાળો ભાંડીને ભાજપની વરવી પરિસ્થિતિનું ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે ગઈકાલે સાંજે લાગેલા તાળા આજે પણ યથાવત રહ્યા હતા અને બપોર સુધી તાળાબંધી જોવા મળી હતી બપોર સુધી એકપણ આગેવાન કે કાર્યકર્તા કાર્યાલય ખાતે નહિ ફરકતા ભાજપની શિસ્તબદ્ધ કામગીરીની પોલ છતી થઇ હતી.
19 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી તાળાબંધીની ઘટના ને પગલે શહેરભરમાં અનેક ચર્ચાઓ વહેતી થઇ છે. આ તાળાબંધી ક્યારે દુર થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
JJ/RP
Reader's Feedback: