ચોમાસામાં પણ ઘર એકદમ ફ્રેશ ફ્રેશ લાગે તે માટે કેટલીક કાળજી લેવી જરૂરી છે.
ભેજ દૂર કરવો
ચોમાસા દરમિયાન ઘરમાં ઉતપન્ન થતો ભેજ અને તેના દ્વારા ફેલાતી વાસ સ્ત્રીઓ માટે માથાનો દુખાવો બની જાય છે. પહેલા તો ચોમાસામાં વોટર પ્રૂફ પગલૂછણિયું લઈ લેવું. બારી પાસે વાછટિયા લગાવી લેવા. જેથી વરસાદી પાણી ઘરથી દૂર પડશે.
સિલિકા જેલનો ઉપયોગ
લાકડાના કબાટ, ડ્રોઅર વગેરે ફર્નિચર પર ભેજને શોષતી સિલિકા જેલ લગાવી લેવી. જેથી ફર્નિચરને ભેજ ન લાગે.
આ જેલની થઓડી માત્રા લઇને તમે પગરખામાં પણ લગાવી શકો છો જેથી તેમાં ફૂગ ન થાય.
મોન્સૂન પ્રૂફ ફ્લોર
ચોમાસામાં ફ્લોરિંગ કાદવકીચડવાળું થઈ જતું હોય છે. અને જ્યારે તે કાદવ સૂકાય ત્યારે ખૂબ બધી માટી જમા થઈ જતી હોય છે. આમ ન થાય તે માટે દરવાજામાં જ મોટું અને જાડું ડોરમેટ મૂકી દો. એ ડોરમેટ માટે તમે શણ અથવા તો જાડા કોટન કપડાનો ઉપયોગ કરી શકો. જેથી શક્ય તેટલી ભીની માટી અને પામી ત્યાં જ શોષાઈ જાય.
ઘરમાં પ્રવેશવાના દરવાજા પાસે જ એક બકેટ રાખો જેમાં બહારથઈ આવેલા વ્યક્તિઓ છત્રી અને તેમના ભીના રેઇન કોટ મૂકી શકે. જેથી આખું ઘર ભીનું ન થાય.
ઘરમાં કાર્પેટ કે જાજમ બિછાવેલી હોય તો તેને વ્યવસ્થિત રીતે રોલ કરીને પ્લાસ્ટિક બેગમાં પેક કરીને મૂકી દેવી જ યોગ્ય રહેશે.
બ્રાઇટ રંગની લાઇટ્સ ઘરને રાખશે ઉર્જાવાન
વાદળિયા વાતવરણ દરમિયાન ઘરમાં લાઇટિંગ ઘણી અગત્યની બની જાય છે. આછો પ્રકાશ આપતી લાઇટ્સ ઘરને વધારે ભેજવાળો અને અંધારિયો લુક આપશે . તેના બદલે શષક્ય હોય ત્યા સુધી વધારે પ્રકાશવાળી લાઇટ્સ જ રાખો.
આ બધી તકેદારી રાખવાની સાથે સાથે ઘરમાં પૂરતી હવા આવે તેનું ધ્યાન રાખો. આ સિઝન દરમિયાન ફ્લાવર વાઝમાં ફૂલ રાખવાનો મોહ ટાળજો,કારણ કે ફ્લાવર વાઝમાં જમા થયેલા પાણીમાં વાસ આવે છે તેમ જ મચ્છરનો ઉપદ્રવ થાય છે.
ઘરમાં ફ્રેશ એરન અનુભવ થાય તે માટે જરૂર લાગે તો રૂમ ફ્રેશનરનો ઉપયોગ પણ કરતા રહો.
Reader's Feedback: