આગામી મે મહિનામાં સીએ માટેની સીપીટી, ઈન્ડરમીડિએટ અને સીએ ફાઈનલ સહિતની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે હવે શહેરના પૂર્વ વિસ્તારના વિધાર્થીઓને સીએના બેસ્ટ કોચિંગ માટે નદી પારના પશ્ચિમ વિસ્તારોમાં નહીં જવુ પડે, કારણકે બેસ્ટ સીએ કોચિંગ ઈન્સ્ટીટ્યુટ દ્રારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં પણ નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. જે.કે.શાહની પૂર્વ વિસ્તારની આ પ્રથમ બ્રાન્ચનું આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોચિંગ ઈન્સ્ટીટ્યુટના બ્રાન્ચ ઈન્ચાર્જ હેમાંગ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે બ્રાન્ચ ઈન્ચાર્જ હેમાંગ શાહે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સીએ પ્રત્યેની રૂચિ વિધાર્થીઓમાં વધી છે. ધો.12 કે બી.કોમ સીએનો અભ્યાસ કરવા માટે મોટી સંખ્યામાં વિધાર્થીઓ કોચિંગ મેળવે છે પરંતુ તેઓને સાચું અને સાચી દિશાનું કોચિંગ મળે તે જરૂરી છે.
વિધાર્થીઓની સંખ્યા વધવા માટે સ્પર્ધા અને આઈસીએઆઈ દ્રારા ક્વોલીટી સુધારવાના હેતુ સાથે સીએનું પરિણામ ઘટી રહ્યું છે ત્યારે વિધાર્થીઓને બેસ્ટ અને એક્સપર્ટ કોચિંગ મળવું જોઈએ. આજ હેતુથી અમે અમદાવાદના પૂર્વ વિસ્તારોને જે.કે.શાહનું કોચિંગ આપવા મણિનગરમાં બ્રાન્ચ શરૂ કરી છે.
MP/RP
Reader's Feedback: