Home» Sports» Hockey» Asia cup hockey india win again korea

ભારત એશિયા કપની સેમિફાઇનલમાં પહોંચ્યું

એજન્સી | August 27, 2013, 12:58 PM IST

ઇપોહ : ભારતે અહીં રમાઇ રહેલા એશિયા કપ હોકીમાં ભૂતપર્વ ચેમ્પિયન દક્ષિણ કોરિયાનેને 2-0થી પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત તરફથી વીઆર રઘુનાથ અને સ્ટ્રાઇકર મનદીપ સિંહે 1-1 ગોલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે હોકી માટે રમાનારા  વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન મેળવવા માટે રમી રહેલા ભારતનો આ ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત હતી. આ અગાઉ ભારતે પ્રથમ મેચમાં ઓમાનને 8-0 હરાવ્યું હતું. ગૃપની અંતિમ મેચ ભારત બાંગ્લાદેશ સામે 28મી ઓગસ્ટે રમશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આગામી વર્ષે રમાનારા વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે એશિયા કપ જીતવો જરૂરી છે. કોરિયા અગાઉથી જ વર્લ્ડ કપ માટે ક્વોલીફાય થઇ ગયું છે.  ભારતે મેચની શરૂઆતમાં મેળેવલી લીડને સતત 70 મીનીટ સુધી જાળવી રાખી હતી. જ્યારે મેચ પુરી થવાને 7 મીનીટ પહેલા જ મનદીપ સિંહે ગોલ કરીને ભારતને 2-0થી જીત અપાવી હતી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %