(ફાઇલ ફોટો)
લોસ એન્જેલસ :હોલિવૂડ સ્ટાર એન્જલિના જોલીએ પોતાના ફાઉન્ડેશન “ધ એજ્યુકેશન પાર્ટનરશિપ ફોર ચિલ્ડ્રન ઓફ કમ્પલિટ” સાથે સતત યુદ્ધને કારણે જર્જરિત થયેલા અફઘાનિસ્તાનમાં સ્કૂલનું નિર્માણ કર્યું છે.
ઓનલાઇનના જણાવ્યાનુસાર હોલિવૂડ સ્ટાર એન્જલિના જોલીએ કાબૂલની બહાર આવેલી એક વિદ્યાર્થિનીઓ માટેની એકમાત્ર સ્કૂલને ધનરાશિ આપી છે. આ સ્કુલમાં 200 થી 300 વિદ્યાર્થિનીઓ ભણે છે.
જોલીને આશા છે કે તેના દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કૂલોમાંની સૌપ્રથમ છે. તેણી જણાવ્યું હતું તેના દ્વારા કરાયેલા ડિઝાઇન ઘરેણાં સંગ્રહ ધ સ્ટાઇલ ઓફ જોલીના વેચાણથી જે લાભ થયો છે. તેને આ નવા ફાઉન્ડેશન આપવાની ઇચ્છા છે. એન્જેલિના જોલી સંયુક્ત રાષ્ટ્રની સદ્દભાવના દૂત પણ છે. સંયુક્ત રાષ્ટ્રના સદભાવના દૂતે કહ્યું કે આ આભૂષણોને ડિઝાઈન કરવાથી પ્રાપ્ત કલાત્મક સંતુષ્ટિ ઉપરાંત અમારા માટે એ વાત પણ પ્રેરણારૂપ છે કે અમારું આ કામ જરૂરિયાતમંદ બાળકોને પણ મદદરૂપ થાય છે.
DT/JD
Reader's Feedback: