Home» Entertainment» Bollywood» Akshay kumar will play role of dara singh

દારાસિંહનું પાત્ર અક્ષય કુમાર ભજવશે

જીજીએન ટીમ દ્વારા | August 02, 2013, 11:21 AM IST

મુંબઈ : બોલિવૂડના અભિનેતા ફરહાન અખ્તરની એથ્લેટ મિલ્ખાસિંહ અને પ્રિયંકા ચોપરાની ઓલિમ્પિક મેડલ વિજેતા મુક્કેબાજ મેરીકોમની ભૂમિકા પછી હવે અભિનેતા અક્ષય કુમાર દિવંગત પહેલવાન અભિનેતા દારાસિંહનું પાત્ર ભજવશે તેવી વાતો જાણવા મળી છે. દારાસિંહના પુત્ર વિંદૂએ જણાવ્યું કે ડાયરેક્ટર રોહિત જુગરાજે તેના માટે તેનો સંપર્ક કર્યો હતો.

તેણે કહ્યું કે, “હા, રોહિત જુગરાજે મારા પિતાના જીવન પર ફિલ્મ બનાવવા માટે મારો સંપર્ક કર્યો હતો. અક્ષય કુમારને મારા પિતાની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જોકે અક્ષય કુમારને આ નિર્ણય લેવા માટે થોડો સમય જોઇએ છે.”

વિંદૂ ઇન્ડિયન પ્રિમીયર લીગ(આઇપીએલ) સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં આરોપી બન્યા પછી ચર્ચામાં આવ્યો હતો. આ મુદ્દે તે 13 દિવસ જેલમાં પણ રહીને આવ્યો હતો. તેણે કહ્યું કે, આ બધું તો ચાલ્યા કરે છે અને આવા સમયે જ્યારે મીડિયા સતત મારી પાછળ પડી છે ત્યારે હું નથી ઇચ્છતો કે અક્ષય મારી સાથે જોડાઇને કોઇપણ પ્રકારની શરમમાં મૂકાય. જો કે દારાસિંહના જીવન પર હજી એક ફિલ્મ પણ લાઇનમાં છે. જે પંજાબી ભાષાની ફિલ્મ હશે.

વિંદૂએ જણાવ્યૂ કે, ‘જટ એન્ડ જૂલિયટ’ના નિર્માતાઓએ પંજાબી ફિલ્મ માટે મારો સંપર્ક કર્યો હતો. તેઓ પંજાબી ફિલ્મમાં મારા પિતાની ભૂમિકામાં સંગ્રામસિંહને લેવા ઇચ્છે છે. જોઇએ, પહેલા કઇ ફિલ્મ બને છે.

MPB / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.46 %
નાં. હારી જશે. 20.91 %
કહીં ન શકાય. 0.63 %