Home» Entertainment» Bollywood» 8 film to release on 26th july

એક સાથે 8 ફિલ્મો થિયેટરમાં!

Agencies | July 06, 2013, 06:37 PM IST

મુંબઈ : 26 જુલાઇના રોજ ઇતિહાસમાં એક નવો જ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. આ રેકોર્ડ એક જ દિવસમાં સૌથી વધુ ફિલ્મો રિલીઝ થવાનો છે. 26 જૂલાઇના દિવસે એક સાથે 8 ફિલ્મો થિયેટરમાં રિલીઝ થશે, તેમાંથી 6 ફિલ્મો હિન્દી છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં મોટા બેનરની ફિલ્મો રજૂ થવાની હોવાના કારણે જૂલાઇમાં ફિલ્મોનો વરસાદ વરસી રહ્યો છે. 12 જૂલાઇના રોજ 4 ફિલ્મો રીલીઝ થઇ રહી છે. પણ 4 ફિલ્મો તો એક દિવસ પહેલા પણ રિલીઝ થઇ ચૂકી છે. આમાં સૌથી અનોખો રેકોર્ડ 26 જૂલાઇના દિવસે બનશે. આ ફિલ્મો નાના-મોટા બેનરવાળી છે, જેમાંથી કોઇપણ ફિલ્મ મોટા બેનર કે સ્ટારકાસ્ટની નથી. તેવામાં આ ફિલ્મો નાના શહેરોમાં રિલીઝ થાય છે કે નહીં તે જોવું રહ્યું. જાણીએ આવનારી 8 ફિલ્મો વિશે.

પૂનમ પાંડેની નશા
આ ફિલ્મ બનતાંની સાથે જ ખૂબ ચર્ચામાં રહી છે. સેક્સની સનસની ગણાતી પૂનમ પાંડે આ ફિલ્મથી બોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં એક એવી યુવતીની વાત છે, જે પોતાનાથી નાની ઉંમરના યુવકના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મોમાં બોલ્ડનેસ પસંદ કરનારા લોકો આ ફિલ્મ જોઇ શકશે.

કોમિક થ્રિલર બજાતે રહો
આ ફિલ્મ ડાર્ક શૈલીની છે જેમાં તુષાર કપૂર, વિનય પાઠક અને રણવીર શૌરી મુખ્ય પાત્રમાં છે. ફિલ્મના ટ્રેલરને ખૂબ જ સારો રિસપોન્સ મળી રહ્યો છે.

સની દેઓલની આઇ લવ ન્યુ યર
આ  સની દેઓલની પહેલી કોમેડી ફિલ્મ છે. તેમાં કંગના રાણાવત પણ છે. સનીને કોમેડી કરતો જોવાની ઇચ્છા ધરાવતા લોકો આ ફિલ્મ જોઇ શકશે.

રોમેન્ટિક ફિલ્મ લવ યુ સોનિયો
આ ફિલ્મમાં તનુજ વિરવાની અને નેહા હિંગે મુખ્ય પાત્રમાં છે. ફિલ્મના સ્ટારકાસ્ટને જોઇને ફિલ્મ માટે વધારે આશાઓ બાંધી શકાતી નથી.

પ્રતીક બબ્બરની ઇશ્ક
માઇ નેમ ઇઝ પિંટો પછી પ્રતીક આ ફિલ્મમાં હિરો તરીકે જોવા મળશે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં તેની અપોઝીટ અમાયરા દસ્તૂર છે. ફિલ્મના ટ્રેલર અને ગીતો દ્વારા તે લોકોને પસંદ પડી રહી છે. બંનેની જોડીને લોકો પસંદ કરી રહ્યા છે. સલમાન ખાન પણ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે.

કોમિક થ્રિલર ઉપ્સ અ દેશી
આ ફિલ્મ કદાચ જ નાના શહેરો કે ગામડાઓમાં જોવા મળે. બુલાઇ શાહ અને આનંદ ખાલિદ મુખ્ય પાત્રમાં છે.

આ ઉપરાંત એક પંજાબી ફિલ્મ  બેસ્ટ ઓફ લવ અને એક હોલિવૂડ ફિલ્મ ધ વોલેરાઇન પણ રીલીઝ થઇ રહી છે.

MPB / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %