
ડૉ.પ્રશાંત ભિમાણી ગુજરાતનાં સુપ્રસિધ્ધ કન્સલ્ટિંગ સાયકોલોજીસ્ટ અને હિપ્નોથેરાપિસ્ટ છે. હિપ્નોસીસનાં ક્ષેત્રમાં તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. છેલ્લા એકવીસથી પણ વધુ વર્ષોથી મનોચિકિત્સા અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત એવા ડૉ. ભીમાણી ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હોવા ઉપરાંત એક અસરકારક વક્તા અને સફળ સલાહકાર છે.
ડૉ.પ્રશાંત ભીમાણી દિવ્ય ભાસ્કર દૈનિકની ‘કળશ’ પૂર્તિમાં મનદુરસ્તી નામે અતિ લોકપ્રિય કૉલમ લખે છે. સાંપ્રત ઘટનાઓ અને જનમાનસનાં વર્તનને લગતા મનોવિજ્ઞાનનાં એક અનુભવી નિષ્ણાત તરીકે એમના ઇન્ટરવ્યૂ અવારનવાર વર્તમાનપત્રો, સામયિકો અને ટી.વી.માં જોવા મળે છે. લેખન એમનો વિશેષ શોખ છે. માનવસંબંધો, માનસિક રોગ, વર્તનની સમસ્યા, તેમજ પોઝિટિવ સાયકોલોજીને લગતા એમના લખાણો રસાળ શૈલીમાં વાચકને અત્યંત સરળતાપૂર્વક ગળે ઉતરી જાય છે. તેમના ત્રણ પુસ્તકો ‘ધ વ્હાઇટ ટાઇગર’, ‘મનદુરસ્તી’, અને ‘હું અને તું’ અપાર લોકચાહના પામ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીનાં ગોલ્ડ મેડાલિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણી સ્ટ્રેસ મેનેજમેન્ટ, સેલ્ફ મોટીવેશન, કોર્પોરેટ ટ્રેનિંગ, સેલ્ફ હિપ્નોસીસ, સ્ટુન્ડટ્સ કાઉન્સેલિંગ, મેરાઇટલ રીલેશનશીપ, ધ આર્ટ ઑફ હેલ્ધી પેરન્ટિંગ વગેરે વિષયોમાં નિષ્ણાત તરીકે દેશ-વિદેશમાં અસંખ્ય વર્કશોપ, સેમિનાર અને વક્તવ્યો આપે છે. હાલમાં તેઓએ રેડિયો સીટી 91.1 એફ.એમ. પરથી રેગ્યુલર લાઇવ રેડિયો-કાઉન્સેલર તરીકે અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી છે.
‘પોઝિટિવ સાયકોલોજી’નાં પુરસ્કર્તા ડૉ.પ્રશાંત ભીમાણી હાલમાં અમદાવાદમાં નવતર પ્રકારનાં હેલ્ધી માઇન્ડ્સ નામના હેપ્પીનેસ ક્લિનિકમાં પ્રેક્ટીસ કરી રહ્યા છે.
‘અમેરિકન સાયકોલોજિકલ’ એસોસિયેશનનાં સભ્ય એવા ડૉ. ભીમાણી તાજેતરમાં યુ.કે.ની પ્રતિષ્ઠિત ‘ધ બ્રિટિશ સાયકોલોજીકલ સોસાયટી’ તરીકે પસંદ થયા છે, જે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.
www.helthyminds.in