Home» Youth» Hot Wheels» Yamaha tricity scooter unveiled

ધૂમ મચાવવા આવી રહેલું ત્રણ પૈડાંવાળુ બાઈક

એજન્સી | March 27, 2014, 05:08 PM IST

નવી દિલ્હી :
જાપાનની ટૂ વ્હીલર કંપની યામાહાએ પોતાના ઈનોવેટિવ થ્રી વ્હીલક સ્કૂટરને લોન્ચ કરી દીધું છે. પ્રારંભિક તબક્કે આ સ્કૂટરને માત્ર થાઈલેન્ડમાં જ રજૂ કરવામાં
આવ્યું છે.
 
125 સીસી બાઈકની રજૂઆત કર્યા બાદ કંપની એક વર્ષની અંદરર જ કંપની થ્રી વ્હીલર સ્કૂટર ટ્રિસિટીને લઈને આવી પહોંચી છે. સ્કૂટરમાં આગળ બે વ્હીલ તથા પાછળ એક વ્હીલ છે. વજનમાં હલકું તથા આકર્ષક દેખાતા સ્કૂટમાં 125 સીસીનું એન્જિન ફીટ કરવામાં આવ્યું છે.
 
યામાહા કંપની પ્રમાણે, જે લોકો સમાન્ય રીતે રાઈડિંગ કરતાં નથી તેવા વર્ગને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. આવામાં તેના થ્રી વ્હીલર હોવાના બાઈક આવવાના કારણે આ વર્ગને આકર્ષિત કરી શકાશે. કંપનીનો ટાર્ગેટ જે લોકો ડ્રાયવિંગ નથી કરતાં તેવા ક્લાસને ખેંચવાનો છે.
 
કારની તુલનાએ સસ્તું અને સ્કૂટરના મુકાબલમાં ફાસ્ટ એવી બાઈકને થાઈલેન્ડમાં જ બનાવવામાં આવી રહી છે અને તેનું લોન્ચિંગ પણ ત્યાં જ કરવામાં આવ્યું છે. થાઈલેન્ડથી તેને યૂરોપિયન માર્કેટમાં પહોંચાડવામાં આવશે. 3.20 લાખની કિંમત ધરાવતી આ બાઈકનું ભારતમાં લોન્ચિંગ કયારે કરવામાં આવશે તેના પર સૌની નજર રહેલી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %