Home» Sports» Hockey» Walsh to take over as indian men hockey head coach

ભારતીય હોકી ટીમને નવા કોચ મળ્યાં

એજન્સી | October 15, 2013, 11:44 AM IST

નવી દિલ્હી : ઓસ્ટ્રેલીયાના ટેરી વાલ્શ  ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ બનશે.  ટેરી વાલ્શના નામની ભલામણ ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓથોરીટીએ ખેલ મંત્રાલયને કરી છે. સાઈના મહાનિર્દેશક જીજી થામસને કહ્યું કે વાલ્શના નામની ભલામણ ખેલ મંત્રાલયને કરી દેવામાં આવી છે. એક અઠવાડિયાની અંદર તેમની નિયુક્તિ થઇ જશે.

થામસને કહ્યું કે સાઈએ તેમના માટે 12000 ઓસ્ટ્રેલિયન ડોલર પ્રતિમાસ પગારની ભલામણ કરી છે. વાલ્શ 1976માં ટ્રીયલ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ઓસ્ટ્રેલીયાઈ ટીમના સભ્ય હતા. થામસને કહ્યું કે સાઈ તરફથી વાલ્શના નામની ભલામણ ખેલ મંત્રાલયને કરવામાં આવી છે. ટૂંક સમયમાં ખેલ મંત્રાલય તેમની નિયુક્તિનો નિર્ણય લેશે. તેમણે વધુમાં જણાવ્યું કે માઈકલ નોબ્સને 11000 ડોલર પગાર મળતો હતો અને વોલ્શને એક હજાર ડોલર વધારે આપવાની ભલામણ કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલીયા અને હોલેન્ડના પૂર્વ કોચ વાલ્શ આ નિમણુંક માટે સૌથી આગળ હતા. સાઈના મહાનિર્દેશકે કહ્યું કે રોલૈન્ટ ઓલ્ટમેન્સ ભારતીય હોકીના હાઈ પરફામેન્સ નિર્દેશક બની રહેશે.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %