Home» Development» Health» Vitamin d and hypertension

વિટામીન ડીની ઉણપઃ હાઈપર ટેન્‍શનને આમંત્રણ

એજન્સી | February 20, 2014, 06:51 PM IST

વોશિંગ્ટન :
માનવીના શરીરમાં દરેક વિટામીનનું આગવું મહત્ત્વ રહેલું છે. કોઈપણ વિટામીનની ઉણપ કે વધારાથી શરીર પર અવળી અસર થાય છે. અમેરિકામાં ભારતીય સંશોધકના નેતૃત્વમાં  કરવામાં આવેલા નવા અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે વિટામીન ડીની અછત હાઈપર ટેન્‍શન માટે કારણરૂપ છે. વિટામીન ડીનું ઓછું પ્રમાણ હાઈપર ટેન્‍શનને આમંત્રણ આપે છે.
 
યુરોપીયન સોસાયટી ઓફ હ્યુમન જીનેટીક્‍સની પરિષદમાં આ તારણો રજૂ કરવામાં આવ્‍યા હતા. ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાઈલ્‍ડ હેલ્‍થ યુનિવર્સિટી કોલેજના ડૉ. વિમલ કારાનીએ જણાવ્યું હતું કે વિવિધ અભ્‍યાસને આવરી લઈને એકત્રિત કરવામાં આવેલા ડેટા ખૂબ મહત્‍વના છે.
 
1,55,000 લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડીની અસરથી હાઈપર ટેન્‍શન થઈ શકે છે. હાઈપર ટેન્‍શનના જોખમને ઘટાડવા માટે વિટામીન ડીનું પ્રમાણ વધારવામાં આવે તેમ જણાવવામાં આવ્‍યું છે. અગાઉ અભ્‍યાસમાં સાબિત થઈ ચૂક્‍યું છે કે વિટામીન ડીની અસરથી બ્‍લડપ્રેશરમાં વધારો થાય છે. સાથેસાથે હાઈપર ટેન્‍શનનો ખતરો વધે છે. 
 
સંશોધન પરથી સાબિત થયું છે કે વિટામીન ડીની અછતના સીધા સંબંધ હાઈપર ટેન્‍શન સાથે જોડાયેલા છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %