Home» Sports» Indoor Games» Vijender singh gives boxing lessons to sonakshi sinha at akshay kumar s gym

વિજેન્દ્ર સિંહે સોનાક્ષીને બોક્સિંગની ટ્રેનિંગ આપી

એજન્સી | April 28, 2014, 05:41 PM IST

મુંબઈ :
બોલીવૂડમાં દબંગ ગર્લ તરીકે ઓળખાતી સોનાક્ષી સિંહાને ઓલંપિક કાંસ્ય પદક વિજેતા બોક્સર વિજેન્દ્ર સિંહે બોક્સિંગની તાલીમ આપી છે. સોનાક્ષીએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં પ્રદર્શિત થયેલી ફિલ્મ દબંગથી કરી હતી. સોનાક્ષીએ અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં તેની છાપ એક સીધી સાદી યુવતી તરીકેની જ રહી છે. સોનાક્ષી તેની આગામી ફિલ્મ હોલીડેમાં એક નવા અંદાજમાં જ નજરે પડશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
 
હોલીડે ફિલ્મમાં સોનાક્ષી સિન્હાએ ઘણા સ્ટંટ કર્યા છે. જેમાં એક દૃશ્યમાં તે બોક્સિંગ કરતી નજરે પડશે. જે માટે તેણે ભારતના જાણીતા બોક્સર વિજેન્દ્ર સિંહ પાસેથી બોક્સિંગની ટ્રેનિંગ પણ લીધી છે. વિજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, મેં સોનાક્ષીને મારા જિમમાં કેટલાક દિવસો ટ્રેનિંગ આપી છે. તેની સાથે ખાવા-પીવા સાથે સંકળાયેલી કેટલીક ટીપ્સ પણ શેર કરી છે. તેણીને માત્ર ઘરનું જ ખાવાની સલાહ આપી છે. ફિલ્મના નિર્માતા વિપુલ શાહે જણાવ્યું હતું કે, ફિલ્મનો હીરો અક્ષય કુમારે સોનાક્ષીને ટ્રેનિંગ આપવા માટે વિજેન્દ્ર સાથે વાત કરી હતી.
 
નોંધનીય છે કે, હોલીડેનું નિર્દેશન દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્દેશક એ.આર. મુરુગાદાસ કરી રહ્યા છે. મુરુગાદાસે આ પહેલા આમીરખાનને લઈને ગજની બનાવી ચૂક્યા છે. આ ફિલ્મ 2012માં પ્રદર્શિત થયેલી થુપક્કીની રિમેક છે. આ ફિલ્મમાં સોનાક્ષીની સામે અક્ષય કુમાર છે. આ ફિલ્મ 6 જૂનના રોજ રિલીઝ થશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %