દુનિયાના ખૂણે ખૂણેથી રોકાણકારોને આકર્ષિત કરવાને માટે વધુ એક વાર વર્ષ 2013માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને અનુલક્ષીને ગુજરાત સરકારે ઉદ્યોગો માટે જરૂરી એવા ઊર્જા ઉત્પાદન પર ખાસ ભાર મૂક્યો છે એવી માહિતી રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમીકલ વિભાગના અગ્ર સચિવ ડી. જે. પાંડિયને જી.જી.એન. સાથે ખાસ વાતચીતમાં આપી હતી. તેઓ સાથે થયેલી ખાસ વાતચીતની વિગતો આ પ્રમાણે છે.
પ્રશ્નઃ વર્ષ 2013માં થનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ બાબતે આપના ઊર્જા ખાતાનું ફોકસ શું હશે?
જવાબઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં ઉદ્યોગોને આકર્ષવા માટે ગુજરાત પોતાની પાસે સરપ્લસ વીજળીની વાત આગળ ધરી ઉદ્યોગોને ભાવિ ઊર્જા ઉત્પાદનના આયોજનોને આગામી દિવસોમાં કાર્યાન્વિત થનારા વીજ મથકોની માહિતી અપાશે. જેનાથી ગુજરાત ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે ટોચના સ્થાને રહેલું છે એનો અંદાજ વાઈબ્રન્ટમાં વિશ્વના ખૂણે ખૂણેથી આવનારા ઉદ્યોગકારોને આવી જાય એવા પ્રયાસ કરાશે.
પ્રશ્નઃ ગુજરાતમાં હાલમાં વીજ ઉત્પાદનની શું સ્થિતિ છે?
જવાબઃ ગુજરાતમાં હાલમાં 13થી 14 હજાર મેગા વોટ વીજળીની માંગ છે. જેની સામે અંદાજે 15 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં પુરતા પ્રમાણમાં વીજ ઉત્પાદન હોવાથી ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને ગામે ગામ રાઉન્ડ ધ ક્લોક જોઈતા પ્રમાણમાં વીજળી મળી રહે છે.
પ્રશ્નઃ ગુજરાતની પડોશમાં આવેલા મહારાષ્ટ્ર જેવા વિકસીત રાજ્યમાં જ્યારે વીજળીની સખત તંગી જણાય છે ત્યારે ગુજરાતમાં વીજળીનું સરપ્લસ ઉત્પાદન થાય છે એવું રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહેતા આવ્યા એની વિગતો શું છે?
જવાબઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સત્તાનો દોર સંભાળ્યો ત્યાર પછી તેઓનું એકમાત્ર લક્ષ્ય રાજ્યનો વિકાસ.... વિકાસ... અને વિકાસ એજ મંત્ર રહ્યો છે. આના કારણે છેલ્લા દશકામાં ગુજરાતમાં સ્થાપના પછી કદીયે ન થયો હોય એટલું વીજ ઉત્પાદન થયું છે. પ્રતિ વર્ષ સબળ આયોજનોના કારણે વીજ ઉત્પાદન સતત વધતું જ રહ્યું છે એના કારણે આજે ગુજરાત એક એવા તબક્કે આવીને ઊભું છે કે તેની પાસે રહેલી સરપ્લસ વીજળી મેળવવા માટે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યો વચ્ચે હરિફાઈ થાય છે. અમારા સરપ્લસમાંથી લગભગ 1000 મેગાવોટ જેટલી વીજળી અમે અન્ય રાજ્યોને આપીએ છીએ. ગુજરાત માટે આ ગૌરવની વાત છે, તેટલું જ નહીં દેશની રાજકીય અને આર્થિક રાજધાનીઓ ગણાતા મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરો કરતાં પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં રાઉન્ડ ધ ક્લોક વીજળી મળી રહે છે. દેશના અન્ય કોઈ રાજ્યોમાં કે પ્રદેશોમાં આવી સબળ સ્થિતિ નથી. એ ગુજરાત માટે ગૌરવની વાત છે.
પ્રશ્નઃ ભવિષ્યની માંગના સંદર્ભમાં વધારાની વીજળીનું ઉત્પાદન થાય એના માટે રાજ્યમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે?
જવાબઃ જ્યાં સુધી વીજ ઉત્પાદનને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતમાં દેશના અન્ય રાજ્યો કરતાં આ બાબતમાં બે ડગલાં આગળના આયોજનો કરવામાં આવી રહ્યા છે. આગામી એક-બે વર્ષમાં રાજ્યમાં બીજા નવા પાંચ હજાર મેગાવોટ ઉપરાંતના વીજ મથકો કાર્યાન્વિત થઈ જશે. આ નવા વીજ મથકોમાં કચ્છના મુંદ્રા ખાતે ટાટા કંપની દ્વારા સ્થપાનારા 4000 મેગાવોટના વીજ મથકનો 800 મેગાવોટનો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. અન્ય 300થી 2000 મેગાવોટના પ્લાન્ટો પણ નવા આવી રહ્યા છે. જેમાં એસ્સાર કંપનીનો 800 મેગાવોટનો પ્લાન્ટ, પીપાવાવનો 700 મેગાવોટનો પ્લાન્ટ, ધુવારણનો 350 મેગાવોટનો પ્લાન્ટ, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનનો 500 મેગાવોટના પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ઊર્જાઓમાં વીન્ડ એનર્જીના પ્લાન્ટો ઝડપભેર સ્થપાઈ રહ્યા છે. આ પૈકી કેટલાંક તો કાર્યાન્વિત થઈ ગયા છે.
પ્રશ્નઃ પવન ઊર્જાના વિકાસ માટે રાજ્યમાં કેવા સંજોગો નિર્માણ થયેલા છે?
જવાબઃ પવન ઊર્જા ક્ષેત્રે અત્યંત ટૂંકા ગાળામાં ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગત વર્ષ સુધી 600 મેગાવોટ જેટલી વીન્ડ એનર્જીનું ઉત્પાદન થતું હતું. આજે આ પવન ઊર્જાનું ઉત્પાદન 800 મેગાવોટે પહોંચી ગયું છે. આગામી વર્ષમાં આ ઉત્પાદન 1000 મેગાવોટને આંબી જશે. જ્યાં સુધી પવન ઊર્જાને લાગવળગે છે ત્યાં સુધી ગુજરાત એના ઉત્પાદનમાં અત્યાર સુધી સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે હતું જે હવે બીજા ક્રમે પહોંચી ગયું છે. આ ક્ષેત્રમાં જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે તે જોતા આગામી વર્ષોમાં પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર હોય તો નવાઈ પામવા જેવું નહીં રહે.
પ્રશ્નઃ ગુજરાતના બધાં જ જિલ્લામાં અને ખાસ કરીને ગામડાગામમાં વીજળી મળે એ વિશે શું પગલાં લેવામાં આવ્યા છે?
જવાબઃ ગુજરાતના ગામડાગામમાં હાલમાં પુરતી વીજળી અપાઈ રહી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ઊર્જા પ્રાપ્તિની જે સદ્ધર સ્થિતિ છે એવી દેશમાં બીજે ક્યાંય નથી. આ ઉપરાંત રાજ્ય સરકારે ગામડામાં વીજળી માટે જ્યોતિગ્રામ યોજના પ્રયોજીત કરી છે. જેમાં સરકાર દ્વારા પ્રારંભમાં પ્રજાના સહયોગથી આ યોજના શરૂ કરાઈ હતી જેમાં સરકાર દ્વારા પાછળથી સો ટકા ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરાયો હતો. આ નાવિન્યતાવાળી યોજનાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક થ્રી-ફેસ વીજળી મળી રહે છે.
પ્રશ્નઃ જ્યોતિગ્રામ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં કેવું નેટવર્ક ઊભું કરાયું છે?
જવાબઃ જ્યોતિગ્રામ યોજના અંતર્ગત જે ટ્રાન્સફોર્મર વીજળી પુરી પાડવા માટે બનાવવામાં આવે છે એ વિશેષ ડિઝાઈનવાળા બનાવાયા છે. રાજ્યના વિદ્યુત જોડાણવાળા 18000 જેટલા ગામડાઓ અને 9700 જેટલા નાના પરાંઓને આ યોજના હેઠળ આગામી 30 વર્ષમાં આવરી લેવાશે. જેની પાછળ ગામ દીઠ 6.72 લાખના ખર્ચનો અંદાજ છે, જ્યારે સમગ્ર યોજના પાછળ 1290 કરોડનો ખર્ચ થશે. જેમાં રાજ્ય સરકાર 1115 કરોડની ગ્રાન્ટ આપશે. હાલમાં આ યોજના અંતર્ગત 1847 ફીડર છે. હાઈટેન્શન લાઈન 56307 કિમીની, લો-ટેન્શન લાઈન 22146 કિમીની છે. નવા 18724 ટ્રાન્સફોર્મર સેન્ટર છે. આ ઉપરાંત 3062 વિશેષ ડિઝાઈનવાળા ટ્રાન્સફોર્મર પ્રસ્થાપિત કરી દેવાયા છે. તે સિવાય 17 લાખ જેટલા થાંભલાઓ ઊભા કરી દેવાયા છે. આ યોજનાનો ગ્રામ્ય પ્રજા સારા એવા પ્રમાણમાં લાભ લઈ રહી છે.
પ્રશ્નઃ ભાવનગર ખાતે અણુ ઊર્જાના પ્રસ્તાવને ત્યાંના લોકોનો સખત વિરોધ છે એનો ઉકેલ સરકાર કેવી રીતે લાવવા માંગે છે?
જવાબઃ ભાવનગર નજીક 6 હજાર મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ મંજૂર થયેલો છે આના માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી હતી. એ દરમ્યાન ખેડૂતોએ ભારે વિરોધ વંટોળનું વાતાવરણ ઊભુ કર્યુ હતુ જેના કારણે આ પ્રોજેક્ટ હાલમાં ઘોંચમાં તો નથી પડ્યો પરંતુ વિલંબમાં જરૂર મુકાયો છે. આ યોજના ઝડપથી સાકા થાય એ માટે ખેડૂતોને સમજાવવાના તમામ પ્રયાસો સરકારે જારી રાખ્યા છે તેમજ તેનું ફળદાયી પરિણામ આગામી દિવસોમાં મળશે એવી અમને સંપુર્ણ આશા છે.
પ્રશ્નઃ ગુજરાતમાં સરપ્લસ વીજળી છતાં વીજદરો આસમાનને આંબી રહ્યા છે એમાં પ્રજાને રાહત ક્યારે મળશે?
જવાબઃ ભાવનગર ખાતે જે 6000 મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થપાનાર છે એ પ્રોજેક્ટ સાકાર થતાં ગુજરાતમાં સસ્તી વીજળી મળવાનું સ્વપ્ન સાકાર થશે.
સરપ્લસ ઊર્જા રોકાણકારોને આકર્ષશે - પાંડિયન
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: