Home» Sports» Olympic» Usain bolt takes olympic gold

ઉસેન બોલ્ટની બાદશાહત યથાવત્

Agencies | August 06, 2012, 12:41 PM IST

લંડન :

લંડન ઓલિમ્પિકમાં જમૈકાના દોડવીર ઉસેન બોલ્ટે પોતાનો દબદબો યથાવત્ રાખતા પુરુષોની 100 મીટર દોડમાં રેકોર્ડ ટાઇમ સાથે જીત મેળવી હતી. બોલ્ટે 100 મીટર દોડ માત્ર 9.63 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

હવે બોલ્ટની નજર મંગળવારે યોજાનારી 200 મીટર દોડ પર છે. જેમાં ઉસેન બોલ્ટ જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

દુનિયાના સૌથી ઝડપી દોડવીરમાં ઉસેન બોલ્ટનો ઉત્તરાધિકારી માનવામાં આવતો જમૈકાના જ યોહાન બ્લેક 100 મીટર દોડમાં બીજા સ્થાને રહ્યો હતો. જેણે 9.75 સેકન્ડમાં દોડ સમાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. નોંધનીય છે કે એક મહિના પૂર્વે જમૈકામાં ટ્રાયલ દરમિયાન યોહાને બોલ્ટને હાર આપી હતી. પણ ઓલિમ્પિકમાં ઉસેન બોલ્ટે યોહાનને કોઇ મોકો ન આપ્યો.

100 મીટર દોડમાં જીત મેળવ્યા બાદ બોલ્ટે કહ્યું કે દિગ્ગજ તરીકે ઓળખાવા માટે મારે 200 મીટર દોડ જીતવી પડશે, જે મારા માટે મુખ્ય સ્પર્ધા છે.

અમેરિકાના જસ્ટિન ગૈટલિન જે વર્ષ 2004ના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને છેલ્લાં 4 વર્ષથી ડોપિંગનાં પ્રતિબંધનો સામનો કરી રહ્યો હતો. તેણે કમ બેક કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %