ભારતમાં અમેરિકાની રાજદૂત નૈન્સી પોવેલ ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા જઈ રહ્યાં છે. જેની માટે તેમણે સરકાર પાસેથી નરેન્દ્ર મોદીને મળવા સંદર્ભે રજૂઆત કરી હતી. જે મુજબ સરકારે તેમની રજૂઆતનો સ્વીકાર કર્યો હતો.મળતી માહિતી મુજબ, નરેન્દ્ર મોદી સાથે અમેરિકી રાજદૂત નૈન્સી પોવેલની મુલાકાત 13મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.
અમેરિકી રાજદૂત અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની આ મુલાકાતને અનેક દ્રષ્ટિકોણથી જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છેકે અમેરિકી પ્રશાસને વર્ષ 2005માં નરેન્દ્ર મોદીના વિઝા વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડને ધ્યાને રાખીને રદ્દ કર્યા હતા. આ ઉપરાંત ગત વર્ષે અમેરિકી વિશ્વવિધાલયમાં ભાષણ આપવા જઈ રહેલા નરેન્દ્ર મોદીને વિઝા આપવા સંદર્ભે મનાઈ ફરમાવી હતી.
તેવી પરિસ્થિતિમાં અમેરિકી પ્રશાસન તરફથી બદલાયેલો તેવર અનેક સંકેતો આપી જાય છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ મુલાકાતની પુષ્ટિ અમે કરી શકીએ છીએ. પરંતુ તારીખ સંદર્ભે કઈ કહી શકાય તેમ નથી. ભારતમાં અમેરિકી રાજદૂત નૈન્સી પોવેલના આગ્રહને કારણે નરેન્દ્ર મોદી સાથે આ મુલાકાત થવા જઈ રહી છે.
આ ઉપરાંત પ્રવક્તાએ કહ્યું કે નવેમ્બર મહિનાથી અમારા દ્રારા પ્રયાસો થઈ રહી હતાં. જેમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને તે માટે અગ્રણી રાજનીતિક અને કારોબારી નેતાઓ સુધી પહોંચી માટે પ્રયાસો થઈ રહ્યાં હતા. છેલ્લા અનેક સપ્તાહથી અહીંના પ્રભાવશાળી વિચાર સમૂહો દ્રારા અનેક સાવર્જનિક બેઠકો થઈ હતી. જેમાં અંતે તારણ આવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપ જીતની દિશામાં આગળ વધી રહી છે.
મોદી તરફ અમેરિકાના બદલાયેલા વલણથી ઓવરસીઝ ફેન્ડ્સ ઓફ બીજેપીએ પણ ખુશી વ્યક્ત કરી છે.
ભાજપના નેતા કિર્તી આઝાદે મંગળવારે ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂં આ સંદર્ભે કહ્યું હતું કે તે અમેરિકાએ નક્કી કરવાનું છે તેને શું કરવું છે. જોકે વર્તમાન સમયે મોદી અમેરિકા જવા માટે ઉતાવળા નથી. સમય સાથે નિર્ણય લેવાશે કે આગળ શું કરવું છે.
RP
Reader's Feedback: