Home» Social Media » Tweeter Tweets» Twitter income up share price down

ટ્વિટરની આવક વધી, શેરના ભાવ ઘટ્યા

એજન્સી | February 07, 2014, 06:59 PM IST

સાન ફ્રાન્સિસકો :
સોશિયલ નેટવર્કિંગ સાઈટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વધી રહ્યો છે. લોકો ફેસબુક, ટ્વિટર પર પોતાની કંપનીની જાહેરાત મૂકીને પણ આવક રળતા હોય છે. વેપારની ભાષામાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે આવક વધે તો નફો વધે અને આવક ઘટે તો નફો ઘટે. પરંતુ ટ્વિટરના કિસ્સામાં આ ગણિત ઉંઘું પડી રહ્યું છે. ટ્વિટરની આવક વધવાની સાથે તેના શેરના ભાવ ઘટ્યા છે.
 
સોશ્‍યલ નેટવર્કીગ સાઇટ ટ્‍વિટરની આવક 31 ડિસેમ્‍બરે પૂર્ણ થયેલ ત્રિમાસીક ગાળામાં અંદાજે બમણી વધી 24.26 કરોડ ડોલર થઇ હતી, જો કે આ દરમિયાન કંપનીના વપરાશકર્તામાં નજીવો વધારો થયો હતો અને નુકશાન થયુ હતું. કંપનીના પરિણામ બાદ તેના શેયરનો ભાવ 11 ટકા તૂટી 58.50 ડોલર રહ્યો હતો. આ ત્રિમાસીક ગાળામાં કંપનીના સરેરાશ માસીક વપરાશકર્તામાં 30 ટકાનો થઇ 24.1 કરોડ પહોંચી હતી. રોકાણકારો આ વૃધ્‍ધિને મર્યાદિત માને છે, શેરબજારમાં દાખલ થયા બાદ કંપનીનુ આ પ્રથમ પરિણામ છે. કંપનીના જણાવ્‍યા મુજબ વર્ષ દરમિયાન તેનુ નુકશાન વધીને 64.5 કરોડ ડોલર થયું હતુ જે  વર્ષ 2012માં 7.9 કરોડ ડોલર હતુ.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %