Home» Social Media » Tweeter Tweets» Twitter announces photo tagging multiple photos per tweet

હવે, ટ્વિટર પર તસવીર અપલોડ કરી શકાશે

એજન્સી | March 27, 2014, 03:23 PM IST

નવી દિલ્હી :
માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે પોતાની વેબસાઈટમાં બે નવા મોબાઈલ ફીચરનો સમાવેશ કર્યો છે. આ ફીચર્સ પોસ્ટ કરવામાં આવતી સતવીરને પહેલાં કરતાં વધારે સોશિયલ બનાવી શકશે.
 
પહેલું ફીચર ટેગિંગ છે, જેનો ઉપયોગ કરીને તમે પોસ્ટ કરેલી તસવીરમાં લોકોને ટેગ પણ કરી શકો છો અને બીજા ફીચરની મદદથી હવે એક ટ્વિટમાં ચાર તસવીર પોસ્ચ કરી શકાશે.
 
પોતાના મિત્રો સાથે સંકળાયેલા રહેવા માટે ટ્વિટરે એક સુંદર ફીચર આપ્યો છે. જોકે ટ્વિટમાં પહેલાંની જેમ જ તમે 140 અક્ષરની મર્યાદામાં પોસ્ટ કરી શકશો, પરંતુ હવે એક ફોટોમાં ઓછામાં ઓછા 10 લોકોને ટેગ કરી શકશો. એવું લાગે છે કે ફેસબુકની વધતી લોકપ્રિયતા તથા તેનાથી મળી રહેલી જોરદાર સ્પર્ધાને જોતાં ટ્વિટરએ આ ફીચરનો ઉમેરો કર્યો છે. જેનો મતલબ છે કે ફેસબુક પર પોસ્ટ કરાનારી તસવીરોમાં મરજી પ્રમાણે ટેગ કરી શકાશે.
 
આ ઉપરાંત બીજા ફીચરમાં એક સાથે ઓછામાં ઓછા ચાર ફોટાને મોબાઈલને સિલેક્ટ કરીને ટ્વિટર પર અપલોડ કરી શકાય છે.જોકે હાલમાં આ ફીચર્સ માત્ર આઈફોન યુઝર્સ માટે છે, પરંતુ ટ્વિટરના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ આ ફીચર એન્ડ્રોઈડ તથા ટ્વિટરની વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %