માનવ સંસાધન રાજ્યમંત્રી શશી થરૂરના ટ્વિટર એકાઉન્ટને તેમની પત્ની સુનંદા થરૂરે હૈક કર્યું હોવાનો દાવો કર્યો છે. જે બાબતે સુનંદા થરૂરે જણાવ્યું કે તેમણે શશી થરૂરના ટ્વિટર એકાઉન્ટથી એક પાકિસ્તાન મહિલા જર્નાલિસ્ટને મેસેજ મોકલ્યો હતો. નોંધનીય છેકે શશી થરૂરે પોતાનુ એકાઉન્ટ હૈક થયું હોવાથી થોડા સમય માટે ડીએક્ટીવેટ કર્યુ હોવાનું જણાવ્યું હતું.
સુનંદા થરૂરે ઉજાગર કરવા માંગતી હતી કે આઈએસઆઈ એજન્ટ કેવી રીતે તેમના પતિ શશી થરૂરને પ્રેમ જાળમાં ફસાવી રહી હતી.
સુનંદા થરૂરે ટેલીફોનિક વાતચીતમાં એક અંગ્રેજી સમાચારપત્રને કહ્યું કે શશી થરૂરનું ટ્વિટર એકાઉન્ટ હૈક થયું નથી પરંતુ તેઓ પોતે શશી થરૂરના એકાઉન્ટથી મેસેજ મોકલી રહ્યાં હતાં . એક પાકિસ્તાની મહિલા આઈએસઆઈ એજન્ટ તેમના પતિ શશી થરૂરની પાછળ પડી ગઈ છે. તમે જાણો છોકે મર્દ કેવા હોય છે. આઈપીએલ દરમ્યાન મેં જાતે જ શશી થરૂર દ્રારા થેયલી ભૂલોને પોતાના માથે લીધી છે. મેં આ વાતને સહન નહીં કરૂં. તે સિવાય મારી પાસે કહેવા જેવું કઈ નથી.
તો બીજી તરફ માનવ સંસાધન રાજ્યમંત્રી શશી થરૂરે પોતાનું એકાઉન્ટ હૈક થયું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. તેમણે ફોન પર સમાચારપત્રને જણાવ્યું કે તેમણે આ બાબતની જાણકારી નથી કે તેમની પત્નીએ તેમના ટ્વિટ કર્યું છે. અને આ વાત મારી માટે રહ્સ્ય સમાન છે. મારા આ મામલે ઉંડે સુધી જવું પડશે.
શું હતો મામલો
શશી થરૂરના ટ્વિટર એકાઉન્ટથી પાકિસ્તાની મહિલા જર્નાલિસ્ટ મેહર તરારને પ્યારવાળા મેસેજ મોકલાઈ રહ્યાં હતાં તે પણ સામેથી જવાબ આપી રહી હતી. આ મામલો મીડિયામાં ઉજાગર થતાં શશી થરૂરે તેમનું એકાઉન્ટ હૈક થયું હોવાનું જણાવ્યું હતું .
RP
Reader's Feedback: