Home» Sports» Hockey» Tickets for hockey india league semis final sold out

રાંચીમાં હૉકીનો ક્રેઝ, તમામ ટિકીટો વેચાઇ

Agencies | February 05, 2013, 09:42 PM IST

રાંચી :

ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત હૉકી ઇન્ડિયા લીગ ( એચઆઇએલ )ની સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે હૉકીપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. અને ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ટિકીટબારીઓ પર હાઉસફુલનાં બોર્ડ દેખાઇ રહ્યા છે.

આયોજકોનાં જણાવ્યા મુજબ રાંચી રાઇનોઝનાં મેદાન અને રાંચી એસ્ટ્રોટર્ફ હૉકી સ્ટેડિયમમાં ટુર્નામેન્ટની અંતિમ 3 મેચ માટે તમામ ટિકીટો વેચાઇ ગઇ છે. આ ઉપરાંત હૉકી પ્રેમી સ્થાનિક લોકો દ્વારા વધારે ટિકીટોની માંગ કરવામાં આવી રહી છે.

હૉકી ઇન્ડિયાનાં મહામંત્રી અને એચઆઇએલ  અધ્યક્ષ નરેન્દર બત્રાએ જણાવ્યુ કે 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનારી સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટેની તમામ ટિકીટ વેચાઇ ગઇ છે. અને ટિકીટ કાઉન્ટર બંધ કરવામા આવ્યા છે. તેઓએ કહ્યુ કે ભારતમાં હૉકી માટેનો આ ઉત્સાહ આવકારદાયક છે. એચઆઇએલની બે સેમિફાઇનલ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાન માટે તથા ફાઇનલ મેચ 10 ફેબ્રુઆરીએ રમાશે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %