Home» Sports» Hockey» Terry walsh appointed as chief coah of indian hockey team

ટેરી વાલ્શ ભારતીય હોકી ટીમના કોચ બન્યા

એજન્સી | October 16, 2013, 02:52 PM IST

નવી દિલ્હી : ઓસ્ટ્રેલીયાના ટેરી વાલ્શ  ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ બન્યા. ઓસ્ટ્રેલીયા તરફથી ત્રણ ઓલમ્પિકમાં પ્રતિનિધત્વ કરનારા ટેરી વોલ્શને સીનીયર પુરુષ રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે નીમવામાં આવ્યા છે. હોકી ઇન્ડીયાના મહાસચિવ નરીન્દર બત્રાએ કહ્યું કે ટેરી વોલ્શની નિયુક્તિ એ ઇન્ડીયન હોકી માટે મહત્વનું પગલું છે.

નવા સત્રની શરૂઆત દિલ્હી વિશ્વ લીગના ચોથા સત્ર સાથે થશે અને અંત ચેમ્પિયન ટ્રોફીથી થશે. ઉપરાંત ટીમ ત્રણ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પણ ભાગ લેશે. જેમાં એફઆઈએચ, વિશ્વ કપ, રાષ્ટ્રમંડળ ખેલ, અને એશિયાઇ ખેલનો સમવેશ થાય છે. ટીમ હોકીના નવા કોચ વોલ્શે કહ્યું કે ભારતીય હોકી ટીમનું કોચિંગનું નેતૃત્વ કરવાનો મોકો મળવો એ શાનદાર છે. કેમ કે ભારતીય હોકી ટીમનું કોચિંગ નેતૃત્વ કરવું એ દુનિયાની સૌથી મોટા પડકારરૂપ છે.

વાલ્શે ૧૯૭૬માં ટ્રીયલ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના સભ્ય હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયા અને હોલેન્ડના પૂર્વ કોચ વાલ્શ કોચના હોદ્દા માટે રેસમાં સૌથી આગળ હતા.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %