Home» Youth» Hot Wheels» Tata motor sports rally in ahemedabad

મોટર સ્પોર્ટસનો અદભુત અનુભવ

જીજીએન ટીમ દ્વારા | January 21, 2013, 06:48 PM IST

અમદાવાદ : અમદાવાદમાં મોટર સ્પોર્ટસના રસિયાઓ માટે મજાની એડવેન્ચર એક્ટિવિટી યોજાઈ ગઈ. એડવેન્ચર સ્પોર્ટસ શોખીનોને એક નવતર વિકલ્પ મળે તે માટે ટાટા મોટર્સ દ્વારા એસયુવી કાર ધરાવતા અને મોટર સ્પોર્ટસના શોખીનો માટે અડધા દિવસની ઓફ રોડિંગ ઇવન્ટમાં ફુલ મોટર્સ થ્રોટલ ટ્રેઇલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  એડવેન્ચર ઇવન્ટમાં 17 એસયુવી માલિકોએ ભાગ લીધો હતો.

આ ઓફ રોડિંગ ટ્રેઇલ્સમાં સ્પર્ધકોને સ્પર્ધા શરૂ થતા પહેલા ઓફ રોડિંગના નિયમો સમજાવવામાં આવ્યા હતા. તેમજ તેમને આપવામાં આવેલા 6 પડકારોને કેવી રીતે પાર કરવા તે અંગેના માર્ગદર્શનનું એક સેશન પણ રાખવામાં આવ્યું હતું. રેતાળ જમીન, બમ્પ, કાદવ કિચડ વચ્ચે કેવી રીતે કાર ડ્રાઇવિંગ કરવું તેની પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. સ્પર્ધકો માટે 6 પડકારોમાં કદાવ કિચડમાંથી ગાડી બહાર કાઢવી, ટનલમાંથી પસાર થવું એ ઉપરાંત 45 ડિગ્રીએ ગાડી ડ્રાઇવ કરવા જેવા પડકારો આપવામાં આવ્યા હતા.

અમદાવવાદના સ્પર્ધકો માટે અમદાવાદથી આગળ ગ્રાન્ડ ભગવતી, ગાંધીનગર હાઇવે સનાથલનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. આ અનુભવને સ્પર્ધકોએ પણ મનભરીને માણ્યો હતો. આવી સ્પર્ધામાં પહેલી જ વાર ભાગ લઈ રહેલા અમદાવાદના ઉમેશ ખુરાનાએ જણાવ્યું હતું કે, 'મને તથા મારા દીકરા વૈભવ માટે આ અનુભવ અવિસ્મરણીય રહ્યો હતો.અમે માઉન્ટેનયરિંગનો અનુભવ લીધો છે, કુલુ મનાલી પણ ગયા છે, પરંતુ આજે આ ઓફ રોડિંગ ટ્રેઇલ્સમાં ખરેખર મજા આવી ગઈ. પહેલા અમે કાદવમાંથી ગાડીપસાર કરી, ત્યાર બાદ 45 ડિગ્રીએ ગાડી નીચે લઈ ગયા અને એજ રીતે ઉપર ચઢાણ કરવાનું હતું એ ઉપરાતં અમે ટનલમાંથી પણ ગાડી પસાર કરી. '

યૂવી પ્રોડકટના મેનેજર આકાશ ભાદાણીએ આ ઓફ રોડિંગ ટ્રેઇલ્સ અંગે જીજીએન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઇવેન્ટનો હેતું ગ્રાહકોને ગાડીની ક્ષમતા ખબર તે માટેનો છે એ ઉપરાતં લોકો ડ્રાઇવિંગનું અસરકારક કૈશલ્ય શીખે તે પણ અમારા માટે જરૂરી છે.

આવી કોઈ ઇવેન્ટથી સાહસિક પ્રવાસનને ફાયદો થશે કે નહીં તે અંગે વાત કરતા આકાશા ભાદાણીએ ગ્લોબલ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે, 'ચોક્કસપણે આવી ઇવેન્ટથી પ્રવાસનને ફાયદો થઈ જ શકે છે. અહીં ધીરે ધીરે મોટર સ્પોર્ટસ વિકસી શકે છે. અમે આ અગાઉલુધિયાના, જોધપુર, દહેરાદૂન, કાનપુર, લોનાવલા, હૈદરાબાદ જેવી જગ્યાએ ઓફ રોડિંગ યોજી ચૂકયા છીએ અને નજીકના સમયમાં કચ્છમાં પણ ઓફ રોડિંગ ટ્રેઇલ્સ કરી રહ્યા છીએ.'


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.90 %
નાં. હારી જશે. 18.62 %
કહીં ન શકાય. 0.48 %