
દુનિયાભરના લોકોના પ્રિય ઓનલાઈન સાઈટ યૂ ટ્યૂબે પોતાના 9 વર્ષ પૂરા કર્યા છે. 23મી એપ્રિલે આ સાઈટ જેમાં વીડિયો અને મૂવીઝ ડાઉનલોડ – અપલોડ કરી શકે છે તેના નવ વર્ષ પૂરા થઈ ગયા હતા.
23મી એપ્રિલ 2005ની રાતે 8 વાગ્યાને 27 મિનિટ પર આ યૂટ્યૂબ પર પહેલો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. અમેરિકાના સૈન ડિએગોના એક ઝૂમાં આ વીડિયોને યાકોવ લાપિસ્કીએ લીધો હતો. તે સમયે યૂ ટ્યૂબ ગૂગલનો હિસ્સો નહોતો. 2006ના ઓક્ટોબર મહીનામાં ગૂગલે આની સાથે કોલોગ્રેશન કરી લીધું હતું.
તે દિવસ પછીથી આ યૂટ્યૂબે જબરદસ્ત આગળ વધી ગઈ હતી. આજે આ યૂટ્યૂબ પર દરેક મિનિટે 100 કલાકથી પણ વધારે સમયના વીડિયો આ સાઈટ પર અપલોડ થઈ શકે છે. દરેક મહીને લોકો 6 અબજ કલાકના વીડિયો આની પર નિહાળે છે. આની લોકપ્રિયતા સતત વધતી જાય છે. આજે યૂટ્યૂબ માત્ર વીડિયો જોવા માટેની એક સાઈટ છે, જો કે ઘણા લોકો આ સાઈટ પર વીડિયો નાખીને કમાણી પણ કરી રહ્યા છે.
PK
Reader's Feedback: