Home» Business» Industrial» Tata groups funding for aap to be based on election performance

લોકસભા ચૂંટણીના દેખાવ પર ટાટા આપને ફંડ આપશે

એજન્સી | March 21, 2014, 06:20 PM IST

નવી દિલ્હી :
કોઈપણ રાજકીય પક્ષ માટે ફંડ સૌથી અગત્યનું હોય છે. આગામી લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી કેવો દેખાવ કરે છે તેના આધારે ટાટા ગ્રુપ તેને ફંડ આપી શકે છે, પરંતુ તે પહેલાં એક પણ રૂપિયો ફંડ આપશે નહીં. ટાટા ગ્રુપ દ્વારા સંસદમાંથી વિદાય થઈ રહેલા અને નવી આવી રહેલા રાજકીય પક્ષોને ટાટા ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા તેમના દેખાવના આધારે ફંડ ફાળવવામાં આવે છે.
 
ટાટા સન્સ ગ્રુપ એક્સિક્યુટીવ કાઉન્સિલ મેમ્બર એન્ડ બ્રાન્ચ કસ્ટોડિયન મુકુંદ રાજને જણાવ્યું હતું કે, નવા રાજકીય પક્ષોને ફંડ ફાળવવાનો પ્રશ્ન છે ત્યાં સુધી સ્પષ્ટ છે કે સંસદમાં તેમની કોઈ હાજરી નથી પરંતુ તેઓ આગામી સંસદમાં પ્રતિનિધિત્વ કરી શકે છે. જો તેઓ તેમની હાજરીની સારી નોંધ લેવરાવશે તો તેમને ઓટોમેટિક ફંડ મળશે.
 
આગામી 7 એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણીમાં આપને ફંડ ફાળવવાના પ્રશ્ન અંગે પૂછવામાં આવ્યો ત્યારે તેનો પ્રત્યુત્તર આપતાં તેમણે જણાવ્યું હતું કે, જો તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરશે તો તેમને ચૂંટણી પછી ચેક મળી શકે છે.
 
આપને ચૂંટણી પહેલાં ફંડ કેમ ન મળે તે અંગેની સ્પષ્ટતાં કરતાં તેમણે કહ્યું હતું કે, ટ્રસ્ટમાં કોઈ તરલતા નથી. ટ્રસ્ટીની નિમણૂંક સરકારના ધારાધોરણો દ્વારા કરવામાં આવે છે અને ટ્રસ્ટને કોર્પોરેટ ફંડની ફાળવણી પ્રો રેટાના આધારે કરે છે. જેમાંથી 50 ટકા ફંડની ફાળવણી સંસદમાંથી બહાર જતી પાર્ટી માટે અને બાકીનો ભાગ આગામી સંસદમાં નવા પક્ષના હાજરીને ધ્યાનમાં લઈને ફાળવવામાં આવે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %