Home» Youth» Hot Wheels» Suzuki motorcycle lines up scooter launches to beat rivals honda hero motocorp

સુઝુકી ઓછી કિંમતના અને વધારે પાવરવાળા ટૂ વ્હીલર લોન્ચ કરશે

એજન્સી | March 25, 2014, 03:24 PM IST

નવી દિલ્હી :
દ્વિ ચક્રી વાહનોની અગ્રણી કંપની સુઝુકી મોટરસાયકલ ઈન્ડિયા(એસએમઆઈએલ) દ્વારા પોતાના પ્રતિસ્પર્ધીઓને પછાડવા માટે ઓછી કિંમતના સ્કૂટર તથા બાઈકની ઉપરાછાપરી રજૂઆત કરશે. જાપાનની કંપની સુઝુકી મોટર કોર્પોરેશનની સબસિડયરી કંપની સુઝુકી મોટરસાયકલે જણાવ્યું હતું કે, તે એવરી પ્રાઈસ પોઈન્ટના આધારે પ્રોડક્ટ લોન્ચ કરશે.
 
હીરો મોટોકોર્પ અને હોંડા મોટરસાયકલને પછડાટ આપવા કંપનીએ નવી રણનીતિ ઘડી છે. સુપરબાઈક હાયાબૂસા બનાવનારી કંપનીની યોજના પ્રોડકશન ડબલ કરીને દર વર્ષે 10 લાખ યુનિટ બનાવવાની છે.
 
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કાર બજારમાં મારુતિ સુઝુકીનો અલગ જ દબદબો છે, પરંતુ એસએમઆઈએલના કિસ્સ્માં જોઈએ તો તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં ક્યાંય પાછળ છે. તેથી કંપની હવે આક્રમક રીતે કામ કરવા માંગે છે.
 
કંપની દ્વારા ભારતીય બજારમાં તેની ત્રીજી રજૂઆત લેટ્સને લઈને આવશે. 110સીસી સેગમેન્ટનું ટૂ વ્હીલર હશે. આ અંગે જણાવતા કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અતુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે ટૂ વ્હીલરને દરેક પ્રાઈસ સેગમેન્ટમાં લઈને આવીશું. સ્કૂટર્સનું વેચણ 21 ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે બાઈક્સનું વેચાણ 3 ટકાના દરે વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને કંપનીની યોજના યંગ કસ્ટમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. જે અંતર્ગત કંપની માઈલેજ તથા પાવરના કેસમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ લાવવાની યોજના બનાવી રહી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %