સુશીલકુમારને લંડન ઓલિમ્પિકમાં રજત ચંદ્રક નિશ્ચિત બન્યો છે અને તેઓ સ્વર્ણ ચંદ્રકથી ફક્ત એક જ કદમ દૂર છે. સુશીલ ઓલિમ્પિકમાં ફરીવાર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે.
સુશીલે આજે પોતાની પહેલી કુસ્તીમાં બેઇજિંગ ઓલિમ્પિકના સ્વર્ણ ચંદ્રક વિજેતા તુર્કીના રમઝાન શાહીનને હરાવ્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડના આ મુકાબલામાં સુશીલે 3-1થી જીત મેળવી હતી અને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
પહેલાં રાઉન્ડમાં 2 અંકથી પાછળ રહ્યા બાદ સુશીલે બીજા રાઉન્ડમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ ત્રીજા રાઉન્ડમાં શાનદાર જીત મેળવી લીધી હતી. ત્યારબાદ, ક્વાર્ટર ફાઈનલમાં ઉઝબેકિસ્તાનના પહેલવાન ઇફ્તીયાર નવરૂઝવને 3-1થી હરાવીને સુશીલ સેમિફાઈનલમાં પહોંચ્યા હતા.
ચાર વર્ષ પહેલાં બેઇજિંગ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કરનાર સુશીલ પાસે હવે સ્વર્ણ ચંદ્રક જીતવાની આશા વધી ગઈ છે. મહાબલી સતપાલના શિષ્ય સુશીલ ચાર વાર કોમનવેલ્થ ચેમ્પિયન રહી ચૂક્યા છે. સુશીલે એકવાર એશિયન ચેમ્પિયનશિપ પણ જીતી છે. એમણે 2010માં કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ ચંદ્રક પણ મેળવ્યો હતો.
KP
Reader's Feedback: