જોકે સુશીલકુમારની આ સિદ્ધિ પણ જેવી તેવી ન ગણાય. સુશીલકુમાર પ્રથમ એવા ભારતીય ખેલાડી છે જેઓ સતત બીજીવાર ભારત માટે ચંદ્રક મેળવવામાં સફળ રહ્યાં છે.
સુશીલકુમારની આ સિદ્ધિને ભારતના સૌ ખેલાડીઓ ઉપરાંત ખેલમંત્રી અજય માકને પણ બિરદાવી છે અને ખૂબ અભિનંદન પાઠવ્યા છે. સુશીલકુમારને કઝાખીસ્તાનના પહેલવાન સાથેની સેમિફાઈનલની કુસ્તી દરમિયાન હાથમાં ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
હાર છતાં પણ દેશભરમાં સુશીલકુમારની આ સિદ્ધિ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ભારત માટે રજત ચંદ્રક મેળવનાર સુશીલકુમારના ભવ્ય સ્વાગત માટે પણ લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે.
KP
Reader's Feedback: