Home» Opinion» Sports» A d vyas article about indian olympic association

IOAની રચના 85 વર્ષ પહેલા થઇ હતી

જીજીએન ટીમ દ્વારા | December 13, 2012, 11:29 AM IST

વડોદરા :

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ(IOC) દ્વારા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન(IOA)ને તેનાં નીતિનિયમોને આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ભારતીય ઓલિમ્પિક સંઘ તરીકે ઓળખાતી આ સંસ્થા ભારતમાં બધી જ રમતોનું સંચાલન કરે છે, આ સંસ્થાની સ્થાપના 85 વર્ષ પહેલાં થઇ હતી.

વિશ્વનાં કોઇ એક દેશમાં દર ચાર વર્ષે વિવિધ રમતોનું આયોજન ઇ.સ. 1896થી થાય છે. ઓલિમ્પિક ગેમ્સ તરીકે ઓળખાતા વિશ્વના આ સૌથી મોટા ખેલોત્સવમાં 180 કરતાં વધુ દેશો ભાગ લે છે. આ રમતોનું સંચાલન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના હસ્તક હોય છે. IOC તરીકે ઓળખાતી આ સંસ્થા સાથે ભારત સમેત વિશ્વના અનેક દેશો સંલગ્ન છે અને સંલગ્નતા પ્રાપ્ત કરનાર ફેડરેશન કે એસોસિએશન પોતપોતાના દેશમાં રમતોનું સંચાલન કરે છે. ભારતમાં બધી જ રમતોનું સંચાલન ભારતીય ઓલિમ્પિક સંઘ કરે છે.

ભારતમાં દરેક રમતનાં અલગ અલગ એસોસિએશન કે ફેડરેશન છે, તે બધાં(ફક્ત ક્રિકેટ-બોર્ડ સિવાય) ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે સંલગ્ન છે, અને તેઓ તેમની માર્ગદર્શિકા પ્રમાણે કાર્ય કરે છે. ટૂંકમાં, બધાનું માઇબાપ IOC જ છે. જે 85 વર્ષો જૂનું છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું સૌથી પહેલું ખેલકૂદમંડળ છે.
 

ભારતમાં કોઇપણ પ્રકારનું મંડળ કે એસોસિએશન ન હોવાને કારણે ખેલાડીઓને નુકસાન થતું હતું, અને તેથી જમશેદજી તાતાના ખેલકૂદપ્રેમી પુત્ર દોરાબ તાતાએ 1919માં રાષ્ટ્રીય ખેલકૂદ મંડળની સ્થાપના માટે વિચાર મૂક્યો.

ભારતમાં કોઇપણ પ્રકારનું મંડળ કે એસોસિએશન ન હોવાને કારણે ખેલાડીઓને નુકસાન થતું હતું, અને તેથી જમશેદજી તાતાના ખેલકૂદપ્રેમી પુત્ર દોરાબ તાતાએ 1919માં રાષ્ટ્રીય ખેલકૂદ મંડળની સ્થાપના માટે વિચાર મૂક્યો. તે વર્ષે પુનાના ડેક્કન જીમખાનાના વાર્ષિક ખેલોત્સવ સમયે તાતાની બોમ્બેના તત્કાલીન ગવર્નર સર જયોર્જ લોઇડ સાથે મુલાકાત થઇ, ગર્વનરે તાતાનો ઉત્સાહ જોઇને બ્રિટિશ ઇન્ડિયાના ખાસ પ્રતિનિધિ તરીકે એન્ટવર્પમાં મળનારી IOCની બેઠકમાં હાજરી આપવા મોકલ્યાં.

એન્ટવર્પથી પાછા આવ્યા બાદ દોરાબ તાતાએ YMCAનાં ડાયરેક્ટર ડૉ. એ.જી.નોહરેનનો સાથ લઇને ખેલકૂદ માટે રાષ્ટ્રવ્યાપી ચળવળ શરૂ કરી અને 1924ના ફેબ્રુઆરીમાં દિલ્લીમાં પ્રથમ વખત ઇન્ટર સ્ટેટ એથ્લેટિક મીટીંગનું આયોજન કર્યું. તેમાં સારી સફળતા મળતાં એ જ વર્ષે અવિભાજ્ય ભારતના લાહોરમાં પ્રથમ ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સનું(આજે નેશનલ ગેમ્સ તરીકે ઓળખાય છે) આયોજન કરવામાં આવ્યું અને પેરિસ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતના આઠ ખેલાડીઓ મોકલવામાં આવ્યાં.
 

હવે, જ્યારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિએ સભ્યપદ સસ્પેન્ડ કર્યું છે ત્યારે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ નહી લઇ શકે. આજે તો આપણે એટલું જ ઇચ્છીએ કે જેમ બને તેમ આ સમસ્યાનો હલ આવી જવો જોઇએ.

દોરાબ તાતાએ IOCના સભ્યનાં નાતે પેરિસ ઓલિમ્પિકની કમિટિમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને સંલગ્નતા મેળવી લીધી. અને 1927માં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની રચના કરવામાં આવી. તાતા તેના સ્થાપક પ્રમુખ અને નોહરેન જનરલ સેક્રેટરી બન્યા. 1931માં નિધન થયું ત્યાં સુધી તાતા પ્રમુખપદે રહ્યાં, ત્યારબાદ પતિયાલાના મહારાજા ભૂપિન્દરસિંઘ અને પ્રો. ગુરૂદત્ત સોન્ધીએ હવાલો સંભાળ્યો.

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથે દેશમાં બધાં જ રમતમંડળો, સ્પોર્ટસ ઓથોરિટીઓ ઇન્ડિયા એથ્લેટિક એસોસિએશન અને નેશનલ સ્પોર્ટસ ફેડરેશન સંલગ્ન છે. ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ અને બીજી બધી જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતની ટીમ મોકલવાની જવાબદારી પણ એસોસિએશનની છે.

હવે, જ્યારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિએ સભ્યપદ સસ્પેન્ડ કર્યું છે ત્યારે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ નહી લઇ શકે. આજે તો આપણે એટલું જ ઇચ્છીએ કે જેમ બને તેમ આ સમસ્યાનો હલ આવી જવો જોઇએ.

AD / KP

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %