સુપ્રિમ કોર્ટ આજે રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષી ઠરેલા મુરૂગન, સાંથન અને પેરારિવાલનની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવાની અરજી પર સુનાવણી કરશે.અમુક દિવસો અગાઉ સુપ્રિમ કોર્ટ પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે અરજીને ઘણો સમય પસાર થઈ જાય તો ફાંસીને આજીવન કારાવાસમાં બદલી શકાય છે.
અદાલત અરજીકર્તાની દલીલો સાંભળશે અને કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ ગુલામ વાહનવતી 4મી ફેબ્રુઆરીએ દલીલો રજૂ કરશે.
ઉચ્ચ અદાલતે વર્ષ 2012ના મે મહિનામાં રાજીવ ગાંધીના હત્યારાઓને ઠેરવેલી મોતની સજાના વિરોધમાં દાખલ કરાયેલી અરજીનો સ્વીકાર્ય કર્યો હતો. અને મદ્રાસ હાઈકોર્ટેમાં અટવાયેલી અરજીઓને ઉચ્ચ અદાલતમાં મોકલી આપવા જણાવ્યું હતું . હાઈકોર્ટે આ ત્રણેય અરજીઓની સુનાવણી વખતે 9 સપ્ટેમ્બર 2011ના રોજ ફાંસી પર રોક લગાવી દીધી હતી.
RP
Reader's Feedback: