Home» Entertainment» Bollywood» Subhash ghai in search of new talent

સુભાષ ઘાઈ નવી પ્રતિભાની શોધમાં

એજન્સી | April 29, 2014, 05:18 PM IST

મુંબઈ :
બોલીવૂડમાં શો મેન તરીકે ઓળખાતા ફિલ્મકાર સુભાષ ઘાઈની હાલમાં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ કાંચીને બોક્સ ઓફિસ પર ભલે ધીમી શરૂઆત મળી હોય, પરંતુ તેઓ આનાથી બેપરવાહ છે. આટલું જ નહીં તેઓ તેની આગામી ફિલ્મ માટે નવોદિત લેખકોની શોધમાં લાગી ગયા છે.
 
ઘાઈએ ટ્વીટ કર્યું હતું કે, નવો દિવસ નવો વિચાર. નવા વિચાર અને વાર્તા માટે નવા લેખકો સાથે બેસવા વ્યસ્ત થઈ રહ્યો છુ. જો તમારી પાસે કંઈ નવીન હોય તો મને બતાવો. હું તૈયાર છું. 25 એપ્રિલના રોજ પ્રદર્શિત થયેલી કાંચી માત્ર 15 કરોડના બજેટમાં જ બની છે અને રિલીઝ થયાના પહેલા બે દિવસમાં ભારતમાં 1.25 કરોડની કમાણી કરી છે. સુભાષ ઘાઈ કર્મા જેવી અનેક સુપર હીટ ફિલ્મો આપી ચૂક્યા છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %